વહીવંચા તુરી બારોટ સમાજનો સૌ પ્રથમવાર સ્નેહ સંમેલન યોજાયો.
સંગઠન દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરીનો કેમ્પ પણ ખુલ્લો મુકાયો હતો
પાટણ તા. ૧૧
ગત રોજ રવિવારના રોજ પાટણના લાયન્સ હૉલ ખાતે વહીવંચા તુરી બારોટ સમાજની મહિલાઓનું ઐતિહાસિક સ્નેહ-સંમેલન મોટી સંખ્યામાં યોજાયું.લોક-કલ્યાણ નારી શક્તિ સંગઠન ગુજરાતની સ્થાપના ટૂંક જ સમયમાં કરવામાં આવેલ છે, તેમ છતાં પણ નજીકના સમયમાં ઉપરા છાપરી કાર્યક્રમો થકી સમાજમાં એક સારી એવી નામના પ્રાપ્ત થઈ છે,ત્યારે વધુ એક વાર પાટણ લાયન્સ હૉલ ખાતે સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ખુબ જ વિશાળ સંખ્યામાં સમાજની મહિલાઓની ઉપસ્થિતિ રહી હતી,
જેમાં કાર્યક્રમના ઉદઘાટકશ્રી હિરલબેન પરમાર ( પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી) કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, મુળીબેન જાદવ ( રાષ્ટ્રપતિ એવોર્ડ), મધુબેન સેનમા જિલ્લા ભાજપ મંત્રી કમળાબેન બારોટ, પુષ્પાબેન જાદવ (વકીલ), પુષ્પાબેન બારોટ, નૂપુરબેન નાયક, બબીબેન બારોટ, કિંજલબેન બારોટ (લોક-ગાયક)સહીતની વિશેષ આગેવાનીમાં યોજાયો હતો,જે કાર્યક્રમમાં વિવિધ હરીફાઈઓ પૈકી “દિવાળી સ્પેશિયલ રંગોળી સ્પર્ધામાં” ભાગ લીધેલ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું,
ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે યોજના ચાલી રહી છે, તેના અનુંસંધાને સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી, સાથે કન્વીનર નિમણુંક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હિરલબેન પરમાર દ્વારા તેમના પ્રવચનમાં પણ સંગઠનને વધુ મજબૂત કરવા તેમજ વધુ આગળ વધવા આહવાન કર્યું હતું, સાથે પુષ્પાબેન જાદવ દ્વારા મહિલાઓને લઈને જે પણ કાયદાકીય માહિતી તેમજ અન્ય સમજ ઉપયોગી બાબતોનું સૂચન કર્યું હતું
ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મુળીબેને શિક્ષણ પર ખુબ જ ભાર મુકી શિક્ષણને લગતી માહિતી આપી હતી,આ સાથે સંગઠનના આગામી પ્રોગ્રામની ચર્ચા કર્યા બાદ આપણી સંસ્કૃતિને સાચવી રાખવા બાબતે સમાજની બહેનોનું પારંપરીક”મણચીનૃત્ય” અને રાસ-ગરબા સાથે રમતોમાં ખુરશી રમત સહીતની પ્રવુતિઓ પણ કરવામાં આવી હતી, જેમાં વિજેતા બહેનોને ઇનામથી નવાજવામાં આવ્યા હતા, ત્યારે આવા પ્રોગ્રામ થકી સમાજમાં એકતાનો ભાવ સાથે મહિલાઓનો આર્થિક, સામાજિક, અને રાજકીય વિકાસ થાય અને સંસ્કૃતિનું પણ જતન થાય એવા ઉમદા આશય સાથે સમાજમાં આવું પ્રથમવાર ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં કાર્યક્રમનું આયોજન કરનાર મહિલા અધ્યક્ષ અંજનાબેન પરમાર, મહામંત્રી શ્રી દિયા બારોટ, આ સાથે ખજાનચીશ્રી પ્રિયંકાબેન સોલંકી, મીનાબેન સંગઠન મંત્રી જિલ્લા તાલુકાના કન્વીનર શ્રીઓ અંકિતાબેન બારોટ, સુસ્મિતાબેન, કંચનબેન બારોટ, ઉષાબેન બારોટ,સુરેખાબેન બારોટ, સરલાબેન બારોટ, લતાબેન બારોટ વર્ષાબેન સુદ્રાસણા સહીત સમગ્ર ટીમ અને સંગઠનના સ્થાપક અને લોક-કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા ગુજરાતના મેનેજીંગ ડાયેકટર લક્ષ્મીચંદ સોલંકી તેમજ સંસ્થાના ચેરમેન શ્રી લક્ષમણભાઈ પરમાર, અને પ્રોજેક્ટ ચેરમેન શૈલેષ બારોટ સંજય જાદવ સહીતપ્રોગ્રામનું ખુબ સરસ એન્કરિંગ દિયા બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ બારોટ રત્ન ચેનલના નિર્માતા હિમાન્સુ નાયક આમ, સમગ્ર ટીમની ભારેથી અતિ ભારે જહેમત બાદ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી, ત્યારે છેલ્લે મહિલાઓમાં શિક્ષણની જ્યોત હંમેશા પ્રજવળતી રહે એ બાબતે પ્રિયંકાબેન સોલંકી દ્વારા ટૂંકુ પ્રવચન આપ્યા બાદ આભારવિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર ટીમે હાશકારો અનુભવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી