google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પર્યાવરણ યોજના અંતર્ગત બેઠક યોજાઈ…

Date:

હાઈકોર્ટ જજ ડૉ.અફરોઝ અહેમદે અધિકારીઓ પાસેથી પર્યાવરણની દિશામાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી…

પાટણ તા. 17

જિલ્લા સર્કીટ હાઉસ ખાતે જિલ્લામાં પર્યાવરણને લગતી શુ-શુ કામગીરી કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરવા માટે સભ્ય/જજ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ડૉ.અફરોઝ અહમદ શનિવારે પાટણ આવ્યા હતા. તેઓની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં જિલ્લામાં પર્યાવરણને લગતી કામગીરીઓ પીપીટી પ્રેઝન્ટેશન મારફતે રજુ કરવામાં આવી હતી.

પર્યાવરણને સંલગ્ન વિવિધ મુદ્દાઓ જેમ કે, આઈડેન્ટીફિકેશન ઓફ GAPS એન્ડ એક્શન પ્લાન, સેગ્રેશન ઓફ વેસ્ટ ઓફ સોર્સ, સ્વિપીંગ, વેસ્ટ કલેક્શન, વેસ્ટ ટ્રાન્સપોર્ટ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, જોખમી કચરો, ઈ-વેસ્ટ, એર ક્વોલિટી મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ, માઈનીંગ એક્ટીવીટી મેનેજમેન્ટ પ્લાન, નોઈઝ મેનેજમેન્ટ પ્લાન વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ડૉ.અફરોઝ અહમદે જિલ્લામાં પર્યાવરણને લગતી બીજી કઈ-કઈ કાર્યવાહી કરી શકાય કે વિશેનું સુચન અધિકારીઓને કર્યું હતુ.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ વનસંરક્ષક સુશ્રી બિંદુબેન પટેલ, જીઓલોજીસ્ટ અલખ પ્રેમલાની, GPCB પ્રાદેશિક અધિકાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાલનપુર જે.એમ.ચૌધરી તેમજ વિવિધ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બાસ્પા 108 એમ્બ્યુલન્સ મા જ પ્રસવ વેદના સહન કરતી મહિલાની સ્ટાફ દ્વારા નોમૅલ ડિલિવરી કરાવી..

બાસ્પા 108 એમ્બ્યુલન્સ મા જ પ્રસવ વેદના સહન કરતી મહિલાની સ્ટાફ દ્વારા નોમૅલ ડિલિવરી કરાવી.. ~ #369News