મુખ્ય બજાર માર્ગો પર લારીઓ લઈ ઉભા રહેતા નાના વેપારીઓને ટ્રાફિકને અડચણ રૂપ ન થાય તે રીતે ઊભા રહેવા સૂચના અપાઈ..
પાટણ તા. 6
પાટણ એ ડિવિઝન પીઆઈ ની સુચના થી પોલીસ સ્ટાફ દ્વારા ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને અનુલક્ષીને શહેરની ટ્રાફિકની સમસ્યા નિવારવાનો કામગીરી સાથે મેઈન બજાર થી વાહન ચેકિંગ ની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પાટણ એ ડિવિઝન પીઆઇ ની સૂચનાથી આગામી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે અને શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા નિવારવાના ઉદ્દેશ સાથે મંગળવારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના કનસડા દરવાજાથી લઈ મેઈન બજાર, હિંગળાચાચર જેવા માગૅ પર ટ્રાફિક ને અડચણરૂપ બનતા લારીઓ વાળાને કડક સૂચના આપી ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈ તે રીતે ઉભા રહેવાની કડક સુચના સાથે માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો પાસે થી ડ્રાઇવિંગ લાઇસન્સ તથા વાહનોના કાગળો ચેક કરવાની કામગીરી હાથ ધરવા માં આવી હતી.પાટણ એ ડિવિઝન પીઆઈ પરમાર ની સુચનાથી પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને વેપારી ઓ એ સરાહનીય લેખાવી હતી. તો વાહન ચાલકોમાં પોલીસની કાર્યવાહીને લઈને ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.