google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી હનુમાન જયંતિ નિમિત્તે પાટણ શહેરના શ્રી ગુણવંતા હનુમાનજી દાદા ના મંદિર પરિસર ખાતે સંગીત મય શૈલી માં સુંદરકાંડનું પઠન કરાયું..

Date:

પાટણ તા. ૨૪
પાટણ શહેરના શ્રી હનુમાન દાદાજીના મંદિર પરિસરોમાં હનુમાન જયંતિ ના પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક ઉત્સવોની સાથે સાથે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરવામાં આવ્યું હતું. પાટણ ના શ્રી ગુણવંતા હનુમાન દાદાના મંદિર પરિસર ખાતે પણ ભાવિક ભક્તો દ્વારા હનુમાન જયંતીના પર્વની ભક્તિ સભર માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ભગવાનના દર્શન પ્રસાદ માટે મંદિર પરિસર ખાતે પધાર્યા હતા.

રાત્રે મંદિર પરિસરમાં શ્રી ગુણવંતા હનુમાનજી દાદા સન્મુખ પાટણ શહેરના જાણીતા કલાકાર રાકેશભાઈ સ્વામી, પરેશભાઈ રામી, ગોપાલભાઈ રાવળ, મનોજભાઈ લીમ્બાચીયા, રાજુભાઈ જોષી અને આસ્થા સાઉન્ડ વાળા અનિલભાઈ પ્રજાપતિ સહિતના તેમના કલાવૃંદ દ્વારા સંગીતની શું મધુર શૈલીમાં હનુમાન જી ના ગુણગાન સાથે સુંદરકાંડનુ પઠન કરવામાં આવ્યું હતું જેનું મોટી સંખ્યામાં ભકતોએ ઉપસ્થિત રહી રસપાન કરી શ્રી ગુણવત્તા હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર શહેર મધ્ય માંથી પસાર થતાં અને બેફામ દોડતા રેતીના ડમ્પરો રોકવા સમસ્યા નિવારણ મંચની માંગ…

રજૂઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી કરવા પરિપત્ર કરાયો..પાટણ...