પાલિકા પ્રમુખ ના પ્રયાસ થી પાલિકા ને નવી 6 ઈલેક્ટ્રોનિક મીની સીટી બસ પ્રાપ્ત થશે..
પાલિકા દ્વારા તમામ મીની સીટી બસો ઠેકા પદ્ધતિથી ચલાવા અપાશે..
પાટણ તા. 7
પાટણ શહેરનો વિકાસ અને વિસ્તાર દિન પ્રતિદિન વિકસી રહ્યો છે. ત્યારે શહેરીજ નોની માંગને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા બંધ કરાયેલી સીટી બસની સુવિધા પુનઃ શરૂ કરવા માટેના પાલિકા પ્રમુખ દ્વારા ચક્રો ગતિમાન બનાવવામાં આવ્યા હતા.આ બાબતે સરકાર મા તેઓ દ્રારા લેખિત મા માગ કરતાં તે માગને સરકારે સંતોષી ટુક જ સમયમાં પાટણ પાલિકા ને નવી છ ઈલેક્ટ્રોનિક સીટી બસ ફાળવવામાં આવનાર હોવાનું અને આ છ એ છ સીટી બસો ઠેકા પધ્ધતિથી ચલાવવા આપવા માટે પાલિકા દ્વારા જાહેર ખબર પણ આપી દેવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.આ અગાઉ પાટણ નગર પાલિકા ને સરકાર દ્વારા બે હેવી સીટી બસો ફાળવવામાં આવી હતી પરંતુ તેનું મેન્ટેનન્સ તેમજ શહેરના સાંકડા માર્ગોને ધ્યાનમાં રાખીને હેવી સીટી બસ પાટણ શહેરમાં કારગત ન નિવડતા હાલમાં આ બન્ને સીટી બસો શોભાનાં ગાઠીયા સમાન ધૂળ ખાતી વાહન શાખા મા જોવા મળી રહે છે.જયારે ટુક સમયમાં પાટણ નગરપાલિકા ને મળનારી નવી મીની સીટી બસો ની સસ્તી સેવા પાટણના નગરજનો માટે ઉપકારક બની રહેશે તેવી પાલિકા પ્રમુખ દ્રારા આશા વ્યકત કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી