fbpx

પાટણ લોકસભા બેઠક પર ઠાકોર વર્ષિસ ઠાકોર સામેની ટક્કરમાં પરિવર્તન કે પુનરાવર્તન : ચુંટણી સંપન્ન બનતાની સાથે ચર્ચાઓ શરૂ : ૪ જૂને પરિણામ બાદ ચચૉઓનો અંત..

Date:

પાટણ તા. ૮
દેશની લોકસભાની ચૂંટણી ના મતદાનના ત્રીજા ચરણ ની ગુજરાતની ૨૫ બેઠકો સહિત દેશના જુદા જુદા ૧૧ રાજયોની ૯૩ બેઠકો ઉપર મતદાન એકદરે શાંતિ પૂણૅ માહોલમાં સંપ્પન થતાની સાથે લોકસભાની કુલ ૫૪૩ બેઠકો પૈકી ત્રીજા તબક્કામાં કુલ ૨૮૩ બેઠકો પર ચૂંટણી મતદાન પૂરું થયું.

એટલે કે લોકસભા ચૂંટણી ની અડધી યાત્રા પૂરી થઈ છે. પરંતુ ગુજરાતની ૨૫ બેઠકો પર ૨૦૨૪ માં મતદાન ના રેકોર્ડ તૂટશે એવી શક્યતા ઓ અને આશાવાદ વચ્ચે ધાર્યા પ્રમાણેનું મતદાન થવા પામ્યું નથી. કેટલીક બેઠકો પર તો ૨૦૧૯ માં થયેલ મતદાન કરતાં પણ ઓછું મતદાન થવા પામ્યું છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.જોકે, મતદાનની ટકાવારીની તાસીર જોતા અગાઉની ચૂંટણીઓમાં એવું પણ જોવા મળતું રહ્યું છે કે ક્યારેક વધુ વોટીંગ થાય તો કોઈ પક્ષને ફાયદો અને ઓછું મતદાન થાય તો અમુક પક્ષને નુકસાન થશે.

પાટણ લોકસભા સીટ પર જોઈએ એવું ૨૦૨૪ નું મતદાન ઉત્સાહજનક રહ્યું નથી.છતાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી મોટી લીડથી જીતશે એવો વિશ્વાસ દર્શાવી રહ્યા છે. તો કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ચંદનજી ઠાકોર જીતી રહ્યા છે એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જોકે બંન્ને ઉમેદવારો માંથી કોઈ એકની જીત કે પરાજયનું પરિણામ તો તા. ૪ જુને નિશ્ચિત છે.પાટણ લોકસભા બેઠક પર થયેલ મતદાનની ટકા વારી જોતાં કોને ફાયદો કે નુકશાન એ હવે રાજકીય નિરિક્ષકો માટે વિશ્લેષણનો વિષય બન્યો છે.

પાટણ લોકસભા બેઠકની ચૂંટણીના જંગમાં ઠાકોર સામે ઠાકોરની સીધી સ્પર્ધામાં કોણ મેદાન મારશે તેવી ચચૉઓ હાલ શરૂ થવા પામી છે ત્યારે પરિણામ જ બતાવશે કે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પોતા ની બેઠક જાળવવામાં સફળ રહે છે કે કોગ્રેસના ભામાશા ઉમેદવાર ચંદનજી પોતાની સુવાસ પ્રસરા વ વા મા સફળ બને છે.

જોકે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા સુધી ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે કશ્મકશ પરિસ્થિતિ જોવા મળી હોય ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા વિભાગમાં ઓછું મતદાન નોંધાયું છે જેથી તેની અસર ક્યા ઉમેદવારને થશે એ જોવાનું રહેશે. કારણ કે, અહીં ઠાકોર સમાજના ભાજપના ધારાસભ્ય છે સાથે સાથે આ વિસ્તારમાં ઠાકોર ઉપરાંત અન્ય જાગૃત સમાજના મતદારો છે. કાંટે કી ટક્કર વચ્ચે બન્ને ઉમેદવાર પોત પોતાનું પલ્લું ભારે હોવાનું જણાવી રહ્યા છે.

ચુટણી પ્રચાર દરમિયાન બન્ને ઉમેદવારોને ઠેર ઠેર લોકોનો આવકાર અને સમર્થન જોવા મળ્યું હતું. જોકે, ચૂંટણીના આ ખરાખરીના ખેલમાં અંતિમ દિવસોમાં ગોઠવાતી રણનીતિ પણ મહત્વનો ભાગ ભજવી જતી હોઈ મતદાન માટે પાવરફુલ બુથ મેનેજમેન્ટ અને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની રણનીતિ મહત્વની પુરવાર થાય તેમ હોઈ પરિણામમાં આ બાબત પણ કારગત માનવામાં આવે છે.

પાટણ લોકસભા બેઠક પર મતદારોએ મતદાનમાં જે ગરમી બતાવવી જોઈએ તે બતાવી નથી અને ઉત્સાહજનક મતદાન થવા પામ્યું નથી ત્યારે આ બાબત તમામ રાષ્ટ્રીય પક્ષો, ચૂંટણી પંચ અને સરકાર સૌના માટે ચિંતન માગી લે તેમ છે.

વિધાનસભા, નગરપાલિકા અને પંચાયતની ચુંટણીમાં જેવો માહોલ કે ધમધમાટ જોવા મળતો હોય છે એવો ઉત્સાહ લોકસભા ચૂંટણીમાં જોવા મળી શક્યો નથી અને તેના કારણે પણ મતદાન પર અસર વર્તાઈ છે. આ ઉપરાંત ભારે ગરમી, ઉમેદવારો પ્રત્યેની મતદારોની માનસિકતા, મોંઘવારી, બેરોજગારી જેવી સળગતીસમસ્યાઓ અને સામાન્ય માણસને સ્પર્શતા પ્રશ્નો અને સ્થાનિક કક્ષાના વિકાસ બાબતે સત્તાધીશોની ઢીલી નીતિ અને વહીવટી પદ્ધતિ જેવા મુદ્દા પણ નિરશ કે ઓછા મતદાન માટે જવાબદાર બની શકે તેવા રહ્યા છે.

ભરતસિંહ ડાભી લીડ ગણશે કે ચંદનજી મેદાન જોવાતી હતી. વળી, આ વખતની ચૂંટણીમાં તો વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિના અનેકવિધ પ્રયત્ન કરવામાં આવ્યા છે છતાં મતદાનની ટકાવારી ન વધે ત્યારે તેની પાછળના સાચા કારણોની ઊંડી અને તટસ્થ તપાસ કરી તારણો બહાર લાવવા જ રહ્યા.

પાટણ લોકસભા બેઠકની ચૂંટણીનો કાંટે કી ટક્કર જેવો જંગ સંપન્ન થયો છે. મતદારોએ મતદાન દ્વારા ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ કરી દીધા છે. હવે કોનું નશીબ જોર કરતું હશે એ ૪ જૂને મત ગણતરી થશે ત્યારે પરિણામની ખબર પડશે. પરંતુ મતદાન અને મત ગણતરી વચ્ચે આટલો બધો લાંબો સમય ગાળો લોકોના ઉત્સાહ અને ચૂંટણીમય વાતાવરણને સાવ શાંત કરી દે તેવો છે એવું લોકમુખે ચર્ચાતું થયું છે.

ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોએ ગામે ગામ અને શહેરોમાં ઝંઝાવાતી પ્રચાર કરીને ગામડા ખુંદયા છે અને મત માટે વિનવણી કરી છે. એ જ રીતે હવે મતદાન પૂરું થયા બાદ મતગણના માટે ૨૮ દિવસ સુધીનું લાંબુ વેકેશન આવી જતા મતગણતરી અને પરિણામ માટે પણ સૌએ લાંબી ઇન્તેઝારી કરવી પડશે. મતદારોએ મતદાનના અધિકાર થકી કોનું ભવિષ્ય ઘડયું છે.

કોણે કોને વોટ આપ્યા છે અને ચંદનજી તથા ભરતસિંહ એ બે મુખ્ય ઉમેદવારો માંથી લોકોએ કોને પસંદ કર્યા છે ? તે જાણવા માટે પણ હવે ઘણા દિવસો સુધી રાહ જોવી પડશે. આ ચૂંટણીમાં ચિંતાનો કોઈ વિષય રહ્યો હોય તો તે મતદારોમાં મતદાન બાબતે જોવા મળેલી નીરસતા છે. મતદાનના પ્રારંભના તબક્કે ઉત્સાહ જનક વાતાવરણ જોવા મળ્યું, પરંતુ બપોર બાદ મતદારો નિરુત્સાહી બન્યા હોય તેમ મતદાનની ગતિ ધીમી પડી હતી.

પાટણ શહેરના કેટલાક મતદાન મથકો પર તો સાંજે ૪:૩૦ વાગ્યા આસપાસ મતદારોની પાંખી હાજરીના કારણે રડયા ખડયા મતદારો મતદાન માટે આવતા હોય તેવું જોવા મળ્યું હતું. પાટણ લોકસભાની બેઠક પર આવતા સાત વિધાનસભા વિસ્તાર પૈકી ચાર વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્ય અને ત્રણ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય ચૂંટાયેલા હોય જેને લઇને પણ હાલમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ સાથે તેજ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે..

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે.. ~ #369News

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ..

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ.. ~ #369News