બારેમાસ સૂકીભટ્ટ સિદ્ધપુર ની સરસ્વતી નદીમાં પાણી ના નીર આવતા નગરજનોએ ખુશી વ્યક્ત કરી..
પાટણ તા. 20 હવામાન વિભાગ ની આગાહી ને પગલે સિદ્ધપુર તાલુકા તેમજ પંથક મા શનિવાર ની સાંજ થી શરૂ થયેલ સતત ત્રણ દિવસ અવિરત વરસાદ પડવાને લીધે શહેરના નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
તેમજ અવિરત વરસાદ ને પગલે ઉપરવાસ મા પાણી ની આવક વધતા સિદ્ધપુર સરસ્વતી નદી ઘાટે આવેલ માધુ પાવડિયા ચેકડેમ મા સતત પાણી વધતા ચેકડેમ ઓવરફ્લો થયો હતો અને ચેકડેમ ના ઉપર થી પાણી વહીને સરસ્વતી નદીમાં રેલવે અને હાઇવે પુલ નીચે થી જળબંબાકાર વહ્યું હતું. સિધ્ધપુર માધુપાવડી મા વષો પછી નવા નીર આવતા અને માધુપાવડી ઓવરફલો થતાં નગરજનોમાં ખુશી છવાઈ જવા પામી હતી.
અહેવાલ યશપાલ સ્વામી