અખિલ ખમાર જ્ઞાતિ સમાજના મળેલી સાધારણ સભામાં આગામી 3 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરાઇ.

પાટણ તા. ૧
દેશ અને વિદેશમાં વસતા ખમાર જ્ઞાતિ ના એકમાત્ર સંગઠન કે જેની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. તે અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની ત્રિવાર્ષિક સાધારણ સભા કલોલમાં આવેલ કપીલે શ્ર્વર મહાદેવ ના હોલમાં મળી હતી. આ સભામાં ખમાર જ્ઞાતિ મંડળના આગામી 3 વર્ષ માટેના પ્રતિનિધિ સભા અને પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ હતી. આગામી 3 વર્ષ માટે ખમાર જ્ઞાતિના પ્રમુખ તરીકે અમદાવાદના બિલ્ડર-ઇજનેર શૈલેષ જે. ખમારની વરણી સર્વાનુમતે કરાયેલ . જ્યારે ઉપ પ્રમુખ તરીકે પાટણના હમલોગ પરિવારના અમિત એમ. ખમાર, કલોલના ડીકેશ ડી. ખમાર, મહામંત્રી તરીકે મહેસાણાના મયુર એમ. ખમાર સહિતના હોદ્દેદારો ની વરણી કરવામાં આવેલ હતી.

આ વરણીની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે ખમાર જ્ઞાતિ મહા મંડળના પૂર્વપ્રમુખ હિમાંશુ બી. ખમાર, કડી અને ગાંધીનગરના જયેશ જે. ખમારે કુશળતાપૂર્વક કામગીરી નિભાવેલ. નવા વરાયેલ પ્રમુખ શૈલેષ જે. ખમારે આગામી સમયમાં જ્ઞાતિના યુવાન – યુવતિઓ માટે યુવા શિબિરો, મહિલાઓ માટે મહિલા સમન્વયના કાર્યક્રમો, સમૂહલગ્નોત્સવ, સિનિયર સીટીઝન્સ માટેના કાર્યક્રમો સહિત સમગ્ર ખમાર જ્ઞાતિનાં સેતુરૂપ જ્ઞાતિના મુખપત્ર “ખમાર સંદેશને વધુ વ્યાપક,વાંચનસામગ્રી થી સભર કરવાની ખાત્રી આપેલ હતી.

શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની આગામી 3 વર્ષ 2023-2024-2025 અને 2026 ની નવીન ટીમના હોદ્દેદારોમા પ્રમુખ શૈલેષભાઈ જેસંગભાઈ ખમાર અમદાવાદ, ઉપપ્રમુખ અમીતભાઈ મહેન્દ્રભાઈ ખમાર પાટણ અને ડીકેશભાઈ દિપકભાઈ ખમાર કલોલ, મહામંત્રી મયુરભાઈ ઇશ્ર્વરભાઇ ખમાર મહેસાણા, ખજાનચી ચંદ્રવદન ઠાકોરલાલ ખમાર અમદાવાદ, ખમાર સંદેશ સંપાદક દિપકભાઈ બાબુભાઇ ખમાર રાધનપુર, ભરતભાઈ મોહનભાઈ તંબોળી અમદાવાદ, મંત્રી યોગીનીબેન પ્રકાશભાઈ અમદાવાદ ની સવૉનુમતે વરણી કરાઈ હતી.