google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ઓજી વિસ્તાર માં ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યા ને કારણે લોકો ના આરોગ્ય જોખમમાં..

Date:

સમસ્યા ના નિરાકરણ માટે અનેક રજુઆત છતાં પાલીકા કે જીયુડીસી મગ નું નામ મરી નથી પાડતી..

પાટણ તા. 10
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા નૂતન સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવતા આ વિસ્તારમાં રહેતા લોકો મા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થવા પામી છે.
આ વિસ્તાર ની ભૂગર્ભ ગટર મોટા પ્રમાણમાં ઉભરાતા દુર્ગંધ યુક્ત પાણી માગૅ પર ફરી વળ્યાં હતા જેના કારણે માગૅ પર થી પસાર થતા લોકોને આ દુર્ગંધ થી પરેશાની ભોગવવી પડી હતી. તેમજ આજુબાજુમાં રહેતા લોકો પણ દુગૅધ ને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

આ ભૂગર્ભ ગટર ની સમસ્યા બાબતે નગર પાલિકા ને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકા આ વિસ્તાર જી યુ ડી સી ની જવાબદારી મા આવે તેવા જવાબ આપે છે જ્યારે જી યુ ડી સી ના અધિકારીઓને વાત કરી ત્યારે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયેલ હોય તેની ફાઈલ ઉપર પ્રમુખ સહી નથી કરતા તેથી અમારે મેન્ટેનન્સનું કામ કોન્ટ્રાક્ટરને આપેલું હતું તે કોન્ટ્રાક્ટર પણ પૈસા નહિ મળવાના કારણે કામ છોડીને ચાલી ગયો છે તેવું રહિશો ને જણાવી રહ્યા છે પાલીકા અને જીયુડીસી ની વચ્ચે આજે આ ઓજી વિસ્તાર સહિતના અન્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાથી પ્રજા પરેશાની ભોગવી રહી છે.તો નગરપાલિકા સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવી પ્રજાને ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યા માંથી મુક્તિ અપાવે તેવી માગણી વિસ્તાર ના લોકો કરી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે પાટણના ભૈરવ રોડ પર આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ કરાયો..

ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત પરિવારના યજમાન પદે યોજાયેલા યજ્ઞના દશૅન-પ્રસાદ...

પાટણના ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ પદે અશોકભાઇ વ્યાસ ની પુનઃ વરણી કરાઈ..

મંત્રી અને ટ્રેઇનર સહિત કારોબારી સભ્યો ની પણ સવૉનુમતે...

શ્રી મહાલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસા.લી.ના ચેરમેન પદે ભાવનાબેન એલ. ઠકકરની બિનહરીફ વરણી..

પાટણ તા. ૧૭પાટણ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત...