સરદારપુરા ના સરપંચના નિવાસ્થાને મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ મચાવી તંત્ર અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા
પાણીની સમસ્યાનું ત્વરિત નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી..
પાટણ તા.11
પાટણ જીલ્લાના રાધનપુર શહેર ના હાઇવે વિસ્તાર ની સોસાયટીઓમાં ભર ઉનાળે પાણી પાણી ના પોકારો ઉઠયાં છે છતાં નધરોળ તંત્ર દ્વારા પાણી માટે કોઈ નકકર કામગીરી ન કરતાં શનિવારે તાલુકાના સરદારપુરા ગામની રત્નાકર સોસાયટીની મહિલાઓએ પાણી મામલે રણચંડી બની તંત્ર અને ભાજપ સરકાર સામે સૂત્રો ચ્ચાર લગાવી પાણી ની સમસ્યા ના નિરાકરણ ની ઉગ્ર માગ કરી સરપંચ ના નિવાસ સ્થાને હલ્લાબોલ કરી હતી. રાધનપુર તાલુકાના સરદાર પુરાના ગ્રામજનોએ પાણી મામલે સરપંચ ઘેર આવી હલ્લાબોલ મચાવી પાણી મુદ્દે નારા લગાવી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.
મહિલાઓ એ સરપંચ ના નિવાસ સ્થાને પહોચી સોસાયટી ના વિસ્તારોમાં છેલ્લા છ મહિના થી મહિલાઓ પાણી માટે વલખાં મારી રહી છે માંડ માંડ એક બે બેડા પાણી મળતું હોય મહિલાઓ પાણી માટે રણચડી બની હતી. કેટલાક રહીશોએ પીવાનું પાણી ઓછું વધતું આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
રાધનપુર તાલુકાનાસરદારપુરા ગામના ધાર વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી માડ માડ એક બેડુ ભરાય એટલૂજ પાણી આવતુ હતું તે પણ છેલ્લા 30 દિવસથી બંધ થતાં અને છેલ્લા છ દિવસથી તો સરદારપુરા ગામમાં પાણી નો વાલ બંધ કરવામાં આવ્યો હોવાના ગ્રામજનોએ આક્ષેપ કરી હાલ ઉનાળાનો સમય હોય પાણી માટે સોસાયટીના લોકો વલખા મારી રહ્યા છે.
તો વિસ્તાર ના ધારાસભ્ય નર્મદા ના પાણી ની મોટી મોટી વાતો કરી રહ્યા હોય હાલમાં રહીશો ને રૂ. 700 ખચૅ કરીને પાણી ના ટેન્કર મંગાવવા પડી રહ્યાં છે. ત્યારે ઉપરોક્ત વિસ્તારની પાણી ની સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગાધી ચિધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકીઓ રહીશોએ
ઉચ્ચારી હતી.
અહેવાલ યશપાલ સ્વામી