પાટણ તા. 11
પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિધાલય પાટણ ના વર્ષ 1975-76ના ભૂતપૂર્વ વિધાર્થીઓ શાળા વિકાસમાં સતત ભાગીદાર બની રહ્યા છે. ત્યારે ભૂતપૂર્વ વિધાર્થીઓ રજનીભાઈ પટેલ, પુનાભાઈ પટેલ, દિલીપ ભાઈ સુથાર, ગોવિંદભાઇ રાણા દ્વારા તેમની સાથે 75-76 માં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં 85 વિધાર્થીઓ માંથી મોટાભાગ ના ભૂતપૂર્વ હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભરતભાઈ શાહ, માનદ મંત્રી પૂનમભાઈ સ્વામી, ગુરુજન ભુપેન્દ્રભાઈ પટેલ,મંત્રી એસો.ડો.બી.આર.દેસાઈ આચાર્ય એ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકયો હતો.
લાંબા સમયબાદ શાળામાં આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના દર્શન કરીતેમના જુના સંસ્મરણોને યાદ કરેલ અને તેમની સાથે અભ્યાસ કરતા વિધાર્થીઓમાં સ્વર્ગસ્થ થયેલ વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આવિધાલય દ્રારા જીવનમાં અનેક બાબતે સફળતા આપી છે.ત્યારે વિધાલયના વિકાસમાં સમગ્ર બેન્ચ અવાર નવાર મળતી રહેશે તેવો નિશ્ચય કરી વિધાલય ના વિકાસમાં રૂ.પાંચ લાખ ની માતબર રકમ દાન અપૅણ કરી તમામ સભ્યોએ એસોસિએશન માં નોંધણી કરાવી સભ્ય બન્યા હતા.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા આ દાન ની રકમ પ્રાથમિક શાળાના ભવનમાં ઉપયોગ કરવામાં આવશે.આ તબકકે પ્રમુખ દાનેશભાઈ શાહ દ્રારા તમામને શુભકામના પાઠવી અને એસોસિઅનને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી