fbpx

પાટણના હોમિયોપેથિક ડૉ.ગોવિંદ કે. ચૌધરી ને હોમિયો આઈકોન એવોર્ડ થી સન્માનિત કરાયા..

Date:

હોમિયોપેથીક દવાઓ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો ને ધ્યાનમાં રાખી એવોડૅ એનાયત કરાયો.

ડો.ચૌધરી ની આ સિધ્ધી ને યસ હેરિટેજ-1 ના રહિશો સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી.

પાટણ તા.12

વલ્ડૅ હેરીટેજ ઐતિહાસિક રાણી ની વાવ ની સાથે સાથે મેડિકલ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનાર પાટણ નગરીમાં અનેક ખ્યાતનામ તબીબોદ્રારા પોતાની આગવી તબીબી સારવાર થી અનેક દર્દીઓને નવ જીવન પ્રદાન કયૉ છે. ત્યારે પાટણ શહેર ના ઘીવટા વિસ્તારમાં 45 વર્ષથી અવિરત પ્રેક્ટિસ કરતા સિનિયર હોમિયોપેથિક કન્સલ્ટન્ટ ડૉ.ગોવિંદભાઈ કે.ચૌધરી કે જેમણે હોમિયોપેથિક દવાઓથી આપેલ ઉત્કૃષ્ટ પરિણામો ને ધ્યાનમાં રાખીને તેઓને રાષ્ટ્રીય કક્ષાના “હોમિયોપેથિક આઈકોન એવોર્ડ “થી સન્માનિત કરાયા છે.પાટણના જાણીતા હોમિ યોપેથિક તબીબડૉ.ગોવિંદભાઈ ચૌધરીએ મેળવેલ એવોડૅ પાછળની સિદ્ધિ ઓ પૈકી જન્મજાત હ્રદયના વાલ્વનું 9 એમ.એમ.જેવડું છિદ્ર ( AtrialSeptal Defect)હોમિયોપેથિક દવાથી 100 % બંધ કરી હાલ આ દર્દી કરાટે પ્લેયર છે.

આ દર્દીને નામાંકિત કાર્ડિઓલોજીસ્ટે 2011 માં ઓપન હાર્ટ સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી તેમ જણાવેલ અન સફળતાની ગેરંટી નહીં.], હીમોફીલિય & પ્રેડરવિલી સિન્ડ્રોમ જેવા આનુવંશિક વિકાર માંથી દર્દીઓને સાજા કર્યા ,વાયરલ રોગોમાં ક્લિનિકલ સંશોધનોમફત પ્રોફીલેક્ટીક ડેન્ગ્યુ માટે 11551 વ્યક્તિઓ, સ્વાઈન ફ્લૂ માટે 7500 વ્યક્તિઓ અને કોરોના માટે 5000 વ્યક્તિઓ.કોરોના, ચિકનગુનિયા, ચિકનપોક્સના પણ ઘણા પોઝિટિવ કેસ ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ અને અન્ય વાઈરલ રોગોને સૌથી સસ્તી, સરળ, સલામત રીતથી મટાડયા, કીડનીની 19.5 મી.મી., યુરેટરિક 20 અને 22 મી.મી. પથરી ઓગાળી, તોડી અને બહાર કાઢી,પિત્તની પથરી પણ ઓગળી, એપેન્ડિક્સ, મોતિયા, ડાયવર્ટિક્યુલમ,ફિશર, ફિસ્ટુલા,હર્નીયા, હાઈડ્રોસીલ, પાઈલ્સ, પોલીપ્સ, ટોન્સિલિટિસ, ટ્યુમર વગેરે મટાડવામાં સફળતા,ઘણા કેન્સર ના દર્દીઓને સાજા કયૉ,

ઓટીઝમ માં સારા પરિણામો,બહેરા અને મૂંગા 4 વષૅ ના બાળકની સારવાર બાદ હવે સામાન્ય રીતે સાંભળી,ગાઈ અને બોલી શકે છે,સર્જરી વગર 6 આંગળીઓથી જન્મેલા બાળકની એક આંગળી હોમિયોપેથિક દવા દ્વારા દૂર કરવામાં આવી, ત્વચાના ક્રોનિક કેસો { ખીલ – પિમ્પલ્સ , વિકૃતિકરણ, ખરજવું, અર્ટિકેરિયા, મસાઓ } કાયમી ધોરણે દુર કયૉ, રુમેટોઇડ સંધિવા, લિકેન પ્લાનસ, સૉરાયિસસ જેવા સ્વયંપ્રતિરક્ષા રોગો (Autism) કાયમી ધોરણે દુર કયૉ,એલર્જી,અસ્થમા, ઉંદરી,સફેદ વાળ,સંધિવા,ગૃધ્રસી,વંધ્યત્વ,થાઇરોઇડ, ટી.બી.ના દરદીઓ ને સાજા કયૉ, માનસિક વિકૃતિઓ,બાયપોલર ડિસઓર્ડર, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિઆની સારી સારવાર કરી ટેલી મેડિસિન ઓનલાઈન સારવાર દ્રારા ભારતના દૂર દૂરના કે એનઆરઆઈ દર્દીઓની પણ સારવાર કરી સ્વસ્થ બનાવ્યા હોય આ તમામ સિધ્ધિઓને ધ્યાનમાં રાખીને ડો. ગોવિંદભાઈ ચૌધરી ને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

પાટણના હોમિયોપેથીક ડો.ગોવિંદભાઈ ચૌધરી ને તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખીને મળેલ એવોર્ડ બદલ ડો.ગોવિંદભાઈ ચૌધરી જે સોસાયટીમાં રહે છે તે પાટણની યસ હેરિટેજ વિભાગ-1 ના રહીશો દ્વારા તેઓનો અભિવાદન કાર્યક્રમ રવિવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.

જે પ્રસંગે ઉપસ્થિત સૌએ ડો. ચૌધરીનું શાલ, બુકે અને મોમેન્ટ થી સન્માન કરી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.સાથે સાથે રહિશોએ ડો. ચૌધરી ના સુખી દાંપત્ય જીવનના 51 વષૅની ઉજવણી, જન્મ દિવસ ની ઉજવણી અને યસ હેરિટેજ-1 મા સૌ પ્રથમ ઈલેક્ટ્રોનિક કાર આવવાની ખુશી પણ મનાવી સમૂહ ભોજન સાથે રાસગરબા ની રમઝટ સાથે પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ધલો ઓફ અંડર સ્ટેન્ડીગ વિષય પર વ્યાખ્યાન માળા યોજાઈ.

રોટરી કલબ પાટણ અને એ- સ્કેવર ના સંયુક્ત ઉપક્રમે...