ફોર્ડ ફીગો ગાડી અને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ની અટકાયત કરાઈ..
પાટણ તા. 12
પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાંગોપાંગ સફળ બને તે કાયદો અને વ્યવસ્થા જાળવવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ તંત્રને સુચિત કરવામાં આવ્યા હોય જે અનુસંધાને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા પાટણ શહેરમાંથી પ્રોહીબિશનની બદી ને નાબૂદ કરવા ચક્રો ગતિમાન બનાવ્યા હોય ત્યારે ગતરોજ પાટણ એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડી પાટણ સીટી એ ડીવી.પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલર ની ફોગો ફોર્ડ કાર નં. GJ-24-AA6543 માં સુરેન્દ્રભાઇ પ્રકાશચંન્દ્ર સોની રહે.26, વ્રજધામ-3 સિધ્ધપુર રોડ પાટણ તા. જી. પાટણ મુળ રહે.કમલા નહેરૂ નગર જોધપુર તા.જી.જોધપુર રાજસ્થાન વાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાટણ સુદામા ચાર રસ્તાથી હારીજ તરફ જતા રોડની બાજુમાં આવેલ ટાટા મોટર્સ નામની ગેરેજ ઉપર આવનાર છે. અને સદરી ગેરેજ ચલાવતા સુરેશભાઇ પુનાભાઇ પ્રજાપતી રહે.29, દેવાંશી સોસાયટી,ખાલકશા પીર રોડ, પાટણ તા.જી.પાટણ વાળાની ગેરેજમાં ઇગ્લીશ દારૂ ઉતારનાર હોવાની બાતમી હકીકત આધારે પોલીસે વોચમા રહી સ્થળ પર રેડ કરતા બે શખ્સોને ભારતીય બનાવટ નો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-30 કિ.રૂ.41900/- તેમજ ટીન બીયર નંગ-24 કિ.રૂ.4680/- મળી કુલ કિ. રુ. 46580/-નો મુદ્દામાલ તથા ફોર્ડ ફીગો કાર નં. GJ-24-AA-6543 કિમત રૂપિયા- 3 લાખ તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ.10 હજાર તેમજ તથા રોકડ રકમ રૂપિયા 6000 મળી કુલ કિ.રૂ.362580 ના મુદામાલ સાથે પકડી આરોપી ઓ વિરુધ્ધ પાટણ સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું એ. ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.