fbpx

ભાજપ યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ત્રણ દરવાજા થી બગવાડા સુધી મશાલ રેલી યોજાઈ..

Date:

પાટણ તા.25
તારીખ 26 જુલાઈ ને કારગિલ‌ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરના ત્રણ દરવાજાથી બગવાડા દરવાજા સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 26 મી જુલાઇએ ભારતના સૈન્ય એ પાકિ
સ્તાન સામે કારગિલ યુદ્ધમાં ઇ.સ. ૧૯૯૯માં વિજય હાસલ કયૉ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં દર વર્ષે 26 જુલાઈએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે કારગીલ દિવસની પૂર્વ સંખ્યાએ પાટણ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણીના ભાગરૂપે શહેરના ત્રણ દરવાજા થી બગવાડા દરવાજા સુધી મશાલ રેલીનું આયોજન કર્યું હતું.

આ મશાલ રેલી રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ ની આગેવાનીમાં ત્રણ દરવાજાથી નીકળી મુખ્ય બજાર માગૅ, હિંગળાચાચર ચોક, ચતુર્ભુજ બાગ થઈ બગવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી. આ મશાલ રેલીમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહન ભાઈ પટેલ, નગર પાલિકા ના પ્રમુખ હિરલ બેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, યુવા મોરચાના જીલ્લા પ્રમુખ વિવેક પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માં ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ ચરણ પાદુકા દશૅન ભકતો ને થશે..

#પાટણ માં #ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ #ચરણ પાદુકા દશૅન #ભકતો ને થશે.. ~ #369News

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું..

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું.. ~ #369News

પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળ અજાણ્યા યુવકની તરતી લાશ મળી આવી..

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે ચક્રો ગતિમાન...

પાટણ LCB એ હારીજ ના બુટલેગર્સ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ જેલમાં મોકલી આપ્યો..

પાટણ તા. ૧૭આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે...