પુરતી વિધાર્થીઓની સંખ્યા ન મળે તો યુનિ. સંલગ્ન કેટલીક સાયન્સ કોલેજો બંધ થાય તેવી સંભાવનાઓ..
પાટણ તા. 13
ચાલું સાલે ઉત્તર ગુજરાત માં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયા બાદ હેમ ઉ ગુ યુનિ સંલગ્ન બી એસ સી સાયંસ કોલેજો માં સેમ ૧ માં પ્રવેશ માટે ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે .પરંતુ આ વર્ષે ધો ૧૨ નું પરિણામ નબળું આવ્યું હોય કોલેજ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જેને લઈ હાલ માં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સાયંસ કૉલેજો માં વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે ખાનગી કોલેજો માં આ વર્ષે બેઠકો ખાલી રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી હોય પુરતી વિધાર્થીઓની સંખ્યા ન મળવાથી યુનિવર્સિટી સંલગ્ન કેટલીક સાયન્સ કોલેજ બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.ચાલુ સાલે ધો.૧૨ સાયન્સ નું નીચુ પરીણામ આવતા વિદ્યાર્થીઓને કોલેજોમાં મેરીટ વિના સીધો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે ચાલુ વર્ષે યુનિવર્સિટી સંલગ્ન કૉલેજોમાંબીએસસી સેમ ૧ મા વિદ્યાર્થીઓ મેળવવા કોલેજ સંચાલકોએ ભારે કસરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી