ઇજાગ્રસ્ત મહિલાઓને 108 દ્વારા સારવાર અર્થે ધારપુર અને પુરુષને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો..
પાટણ તા. 6 પાટણ ખાતે રવિવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિતના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાટણ ના અધ્યતન નવીન રેલવે સ્ટેશન નો શિલાન્યાસ કાર્યક્રમ પાટણ રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને રેલવે સ્ટેશન પાસે ઉભા કરાયેલા હોર્ડિંગ્સ પૈકી એક હોર્ડિંગ્સ પવનના કારણે ધરાસાઈ બનતા બાજુમાં ઊભેલા બે મહિલા સહિત એક પુરુષને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. બનાવની જાણ 108 ને કરાતાં તાત્કાલિક બન્ને ઈજાગ્રસ્ત મહિલાઓને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો એક ઈજાગ્રસ્ત પુરુષ ને તેના મિત્ર દ્રારા શહેરની ખાનગી હોસ્પિટલમાં બાઈક પર ખસેડવામાં આવ્યો હતો. હોર્ડિંગ્સ પડવાની આ ઘટનામાં ઈજાગ્રસ્ત બન્ને મહિલાઓ પૈકી રાધાબેન ઠાકોર ઉ. વ. 40 અને હંસાબેન જોષી ઉ. વ. 48 રહે બન્ને સંખારી વાળા સહિત એક અજાણ્યા પુરુષ ને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું 108 ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી