અલગ અલગ બ્રાન્ડની બોટલ-ટીન નંગ-૩૧૯ અને ઓટોરિક્ષા સહિત રૂ. ૧,૧૪,૭૫૯ નો મુદામાલ જપ્ત કર્યો..
પાટણ તા. ૧૩
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં રાખવા અને શહેરમાંથી પ્રોહીબીશન સહિત ની અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આદેશ અનુસાર પાટણ બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ ની ચુસ્ત કામગીરી હાથ ધરી છે
ત્યારે બી. ડિવિઝન પીઆઈ એમ.એ.પટેલ તથા પીએસઆઈ એ.એમ.ચૌધરી સહિત સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારો દ્રારા મળેલી હકીકત મુજબ પરમાર રાહુલ રમેશભાઇ ઉર્ફે સુરેશભાઇ રહે.શ્રમજીવી છાપરા પાટણવાળો શ્રમજીવીના નાકે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે
જે હકીકત આધારે પોલીસે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ -ટીન નંગ-૩૧૯ કિ.રૂ.૪૯,૭૫૯/- નો ગે. કા. વગર પાસ પરમીટનો તેમજ એક ઓટોરીક્ષા નંબર GJ-24-1-1180 ની કિ. રૂ. ૬૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૪,૭૫૯/-ના મુદામાલ સાથે કુલ ત્રણ ઇસમો ને ઝડપી તેઓની વિરુધ્ધમાં પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે મા પ્રોહીબીશનનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરતાં પકડાયેલા ઈસમો એ પોતાના નામ પરમાર રાહુલ રમેશભાઇ ઉર્ફે સુરેશભાઇ જયંતીભાઇ ઉ.વ.૨૧,પરમાર રમેશભાઇ ઉર્ફે સુરેશભાઇ જયંતીભાઇ ઉ.વ ૪૧ અને ઠાકોર શ્રવણજી નારણજી ઉ.વ ૨૮ રહે.તમામ શ્રમજીવી સોસાયટી તા.જી પાટણ વાળા હોવાનું જણાવતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
અહેવાલ યશપાલ સ્વામી