રૂ. 40 હજાર થી વધુ ની બાકી ભાડાની રકમ વસુલાત ને લઈ દુકાનો સીલ કરાતાં વેપારીઓમાં હડકંપ મચી..
પાટણ તા. ૨૧
પાટણ નગરપાલિકા દ્વારા બાકી મિલકત દારો સામે લાલ આંખ કરી કડક વેરા વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વર્ષોથી નગરપાલિકાનો વેરો ભરપાઈ ન કરનાર મિલકત ધારકોની મિલકતો સીલ કરવાની સાથે સાથે બે થી ત્રણ વર્ષનો ઘરવેરો બાકી હોય તેવા મિલકત ધારકોના નળ કનેક્શન અને ભૂગર્ભ કનેક્શન કાપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.બુધવારે પાટણ નગર પાલિકા હસ્તકના વાદી સોસાયટી ના કેટલાક દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી દુકાનનું બાકી ભાડું ભરતા ન હોય તેઓને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી જેમાંથી ચારથી પાંચ દુકાનદારો પોતાનું બાકી ભાડું પાલિકા ખાતે જમા કરાવી ગયા હતા..
જયારે તે સિવાયના 16 જેટલી દુકાનોના ભાડુઆત દુકાનદારો પોતાનું ભાડું ભરપાઈ કરે તો માટે પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોય છતાં આવા ભાડૂઆત પાલિકા ની બાકી ભાડાની રકમ ભરપાઈ ન કરતાં બુધવારે પાલિકા દ્વારા તેઓની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેર ની પાલિકા હસ્તકની વાદી સોસાયટી ખાતેની 16 દુકાનો સહિત વાદી સોસાયટીની સામેની 1 દુકાન, મહાત્મા ગાંધી કોમ્પલેક્ષની 1 દુકાન અને પંચોલી પાડા પાસેની 1 દુકાન મળી રૂ. 40 હજારથી વધુ ની બાકી રકમ ની કુલ 19 જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકાના કર્મચારી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી