fbpx

પાટણમાં મણિભદ્ર હાઇટ્સ ના શુભારંભ પ્રસંગે શ્રી ગોગા મહારાજના મંદિર ની પ્રતિષ્ઠા કરવામાં આવી…

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક પાટણના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ ના નવીન
સાહસ અને સહયોગ થી નવનિર્માણ પામેલ મણીભદ્ર હાઇટ્સનો બુધવારના રોજ વિધિવત્ત રીતે પ્રારંભ કરી દરેક વેપારીઓને પોત પોતાની દુકાનો ના પજેસન સુપ્રત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે મણીભદ્ર હાઈટ્સ ખાતે બનાવાયેલા શ્રી ગોગા મહારાજ ના મંદિર પરિસરમાં શ્રી ગોગા મહારાજ ની પ્રતિમાના સ્થાપન ની પણ ભક્તિ સભર માહોલમાં સામૈયા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી ગોગા મહારાજ ના મંદિર મા શ્રી ગોગા મહારાજ ની પ્રતિમાના સ્થાપન નિમિત્તે આયોજીત યજ્ઞ નો પાટણ ના ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કરાયો હતો જયારે યજ્ઞ ના યજમાન પદે જીએસટી ઓફિસર દર્શિલ દિલીપભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની એડવોકેટ આયુષી દર્શિલભાઇ પટેલે લાભ લીધો હતો.

મણીભદ્ર હાઇટ્સના શુભારંભ પ્રસંગે તેમજ શ્રી ગોગા મહારાજના મંદિર પરિસરમાં બિરાજમાન કરવામાં આવેલા શ્રી ગોગા મહારાજની પ્રતિમાના ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ શહેરના પ્રબુદ્ધ નગરજનો, વેપારીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, ડોક્ટરો, વકીલો, પત્રકારો સહિત શુભેચ્છક મિત્રો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

પ્રસંગમાં ઉપસ્થિત સૌ આગંતુકો નું બિલ્ડર દિલીપભાઈ અમથાભાઈ પટેલ,આશિષભાઈ મોદી સહિત મણીભદ્ર હાઈટ્સ ના વેપારીઓએ આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

369 વેબ ન્યુઝ પરિવારના યશપાલ સ્વામી એ પોતાની ધમૅ પત્ની સાથે મતદાન કયુઁ….

પાટણ તા. 7369 વેબ ન્યુઝ પરિવારના યશપાલ સ્વામી અને...

પાટણ લોકસભા બેઠકની મતદાન ની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બની..

પાટણ લોકસભા બેઠકના વિવિધ બુથ ઉપર સાંજે છ કલાકે...