fbpx

પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાના કામમાં ડિટેન કરાયેલા વાહનો ક્રેનની મદદથી સુરક્ષિત કરાયા.

Date:

હવામાન વિભાગ ની આગાહી પગલે બી – ડિવિઝન પોલીસની કામગીરી સરાહનીય બની.

પાટણ તા. 13

હવામાન વિભાગની ભયંકર વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યું છે ત્યારે પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા પણ વિવિધ ગુનાના કામમાં પકડાયેલા અને પોલીસ સ્ટેશન કેમ્પસમાં ખડકલો કરાયેલા વાહનો અડચણરૂપ ન બને અને વાહનોને નુકસાન ન થાય તે માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન કેમ્પસમાં પાછળના ભાગે ક્રેનની મદદથી આવા વાહનો સિફટ કરવાની કામગીરી મંગળવારના રોજ પાટણ બી ડિવિઝન પીઆઇ પટેલની સૂચના અનુસાર બી ડિવિઝન પોલીસ સ્ટાફની હાજરીમાં કરવામાં આવી હતી.

પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાના કામમાં ડિટેન કરાયેલા વાહનોનો ખડકલો પોલીસ કેમ્પસના પાછળના ભાગે સિફટ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પ્રવેશદ્વાર વાહનોના જમેલા થી મુક્ત જોવા મળ્યો હતો.

અને પોલીસ સ્ટેશનના કામ અર્થે આવતા લોકોએ પણ અડચણ રૂપ વાહનો દૂર થતાં પોતાના વાહનો પાર્ક કરવા મોકળું મેદાન મળતા બી ડિવિઝન પોલીસ ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 4 હજાર થી વધુ પરિવાર મેળવી રહ્યા છે સોલાર રૂફટોપ યોજનાનો લાભ..

પાટણ તા. 2 વિશ્વમાં વધતો જતો વાહનોનો ઉપયોગ, પેટ્રોલ,...

પાટણ ની બોમ્બે મેટલ શાળામાં શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી..

પવિત્ર પ્રસંગે જાયન્ટ્સ પાટણ દ્રારા શાળા પરિવાર ને ૧૨...

પાટણ શહેરના આનંદ સરોવરની પાછળના ભાગે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાય બનતા માર્ગ બ્લોક થયો..

બનાવવાની જાણ પાલિકા પ્રમુખને થતા જેસીબી મશીન સાથે કર્મચારીઓને...