ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા પ્રસંગે ભગવાન નું મામેરૂ ભરવાનો લ્હાવો પ્રાપ્ત કરતો નાયક પરિવાર..

પાટણ તા. ૨૩
આગામી તારીખ ૭ જૂનના રોજ ભગવાન જગન્નાથ
જીના મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ સાથે કામગીરી ને આખરી ઓપ આપવા માં આવી રહ્યો છે.

ત્યારે ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા પ્રસંગે ભગવાનનું મામેરૂ ભરવાનો લ્હાવો પાટણ ના બડવાવાડા ના રહીશ અતુલકુમાર શિવ શંકર નાયક અને કૃપાલી બેન અતુલકુમાર નાયક પરિવારે પ્રાપ્ત કર્યો છે ત્યારે ભગવાનના મામેરા પ્રસંગને ભક્તિભર માહોલમાં ઉજવવા માટે મામેરા ના યજમાન પરિવાર દ્વારા શનિવારની રાત્રે બડવાવાડા ના રહીશો સાથે બેઠક યોજી તમામ રહીશો ને ભગવાન ના મામેરા પ્રસંગમાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતા મહોલ્લા ના રહીશોએ પણ આનંદ વ્યકત કરી ભગવાન નો મામેરા પ્રસંગ યાદગાર બની રહેશે તેવી યજમાન પરિવારને ખાતરી આપી હતી.

તો ભગવાન ના મામેરા નો લ્હાવો પ્રાપ્ત કરનાર યજમાન પરિવારે ભગવાનના મામેરા મા મુકવામાં આવનાર ચિજ વસ્તુઓની યાદી જણાવતાં જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી ની ૧૪૨ મી રથયાત્રા પ્રસંગે અમોને ભગવાન નું મામેરૂ ભરવાનો લ્હાવો મળ્યો છે ત્યારે ભગવાન જગન્નાથજી, મહાદેવજી, પરશુરામજી ની ધજા, ભગવાન જગન્નાથજીના વાઘા અમાસ, એકમ અને બીજ
એમ ત્રણ વાધા સાથે એક જોડી મખ મલના વાધા સાથે મહાદેવજીના પરિવાર,ગરુડજી, માધવદાસ અને કનૈયાના વાધા,પીંછાઈનું કાપડ, ભગવાનના પીતાંબર, સુભદ્રાબેનની સાડી, બ્લાઉઝ, ચણિયો, બંગડી, મંગલસૂત્ર, ચાંદલા, હાર, પાયલ, પાવડર, લીપ્સ્ટીક, મહેંદીનો કોન, ગુલાબજળ, સેફટી પીન,ભગવાનના ટુવાલ,નેપકીન,સાફી,ભગવાનને રથમાં બેસાડવાની ગાદીઓ મખમલની, રથના વાઘા, ભગવાન ને તેમજ ભગવાનના ગર્ભગૃહ
માં છાંટવાના સ્પ્રે,વૈજયંતી માલા,ભગવાન જગન્નાથ
જીની અને ભાઈ બલભદ્રની પાઘડી,મુગટ, કનૈયા નો શણગાર,પાઘડી, મુગટ, વાંસળી, માળા, કુંડળ, હાર, તિલક,ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સહિત ના અન્ય દેવી દેવતાઓના હાર, દરવાજે બાંધવાના તોરણો, ડ્રાય ફ્રુટ બોક્સ, ચોકલેટ બોક્સવાંસની છાબડી ફ્રુટ ભરવા,મામેરાના વાઘા ભરવા માટેની છાબડી સહિત ની વસ્તુઓ સાથે મામેરૂ ભરવામાં આવનાર હોવાનું મામેરાના યજમાન પરિવારે જણાવ્યું હતું.

ભગવાન જગન્નાથજીના મામેરા ના આયોજનને લઈને યજમાન પરિવાર દ્વારા પોતાના મહોલ્લાના રહીશો સાથે યોજેલ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય પ્રવીણ ભાઈ બારોટ અશ્વિનભાઈ જોશી સંજયભાઈ મોદી સહિત મહોલ્લાના રહીશો અને ભગવાન જગન્નાથજી ના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.