fbpx

ધિણોજ નજીક ચાલતી બ્રિજની કામગીરી ને લઈ ભારે વાહનો માટે 20 દિવસ માગૅ બંધ કરાયો..

Date:

પાટણ જિલ્લા મેજીસ્ટ્રટ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેના અમલની તાકીદ કરાઈ..

પાટણ તા. ૯
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા પાટણ થી ગોજારીયા સુધી NH-68 ના 04 લેનનું કામ ચાલુમાં હોઈ ત્યારે હાલમાં ધિણોજ ગામ નજીક બ્રિજ બનાવવામાં આવી રહેલ છે, જેથી હાલના બ્રિજ નીચે રેતી ધસવાના કારણે પોલાણ થવાની સંભાવના છે. તો સદર બ્રિજ ઉપર ભારે વાહનનોનું ટ્રાફીક 20 દિવસ માટે બંધ કરવા પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડી તેના ચુસ્ત અમલ ની અપીલ કરવામાં આવી છે.

પાટણ થી ગોજારીયા સુધી NH-68 ના 04 લેનનું કામ ચાલુમાં હોઈ જેમાં ધિણોજ ગામ નજીક બ્રિજ બનાવવા માં આવી રહેલ છે, જેથી હાલના બ્રિજ નીચે રેતી ધસવાના કારણે પોલાણ થવાની સંભાવના છે. તો સદર હાલના હયાત બ્રિજ ઉપર ભારે વાહનનોનું ટ્રાફીક 20 દિવસ માટે બંધ રાખવાનું થાય છે. જેથી નીચે મુજબના ડાયવર્ઝન ની વિગતે પોલીસ અધિક્ષક પાટણનાઓએ અત્રે દરખાસ્ત મોકલી આપેલ છે.

સદરહું દરખાસ્ત પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ અરવિંદ વિજયન, આઈ.એ.એસ., પાટણ જિલ્લો દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,1951 ની કલમ -33(1) (ખ) થી મળેલ સત્તા ની રૂએ તા. 09. 04. 2024 થી તા. 28. 04. 2024 સુધી નીચેના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવવામાં આવ્યો છે.

ભારે વાહનોના ડાયવર્ઝનો માટે મહેસાણા થી ચાણસ્મા જતા ભારે વાહનો મહેસાણા ડી-માર્ટ સર્કલ થઇ નુગર સર્કલ થઇ મોઢેરા થી ચાણસ્મા આવ-જા કરશે,ચાણસ્મા થી મહેસાણા જતા ભારે વાહનો ચાણસ્મા વડાવલી ત્રણ રસ્તા થી મોઢેરા થઈ મહેસાણા આવ-જા કરશે, બાલીસણા થી રણુજ થી મહેસાણા જતા ભારે વાહનો બાલીસણા થી ઉઝાં થઇ મહેસાણા આવ-જા કરશે, લણવા અને આજુ-બાજુ ના ગામથી મહેસાણા જતા ભારે વાહનો મુલથાણિયા થી સુણસર થઈ ધિણોજ મહેસાણા આવ-જા કરશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 અને ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે તેવું સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત પાટણનાં આનંદ સરોવર કેનાલ થી ટેલિફોન એક્સ્ચેન્જ સુધીની કેનાલની સફાઈ હાથ ધરાઈ..

જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સાફ-સફાઇ અભિયાન હાથ ધરાયુ… પાટણ...

ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે પાટણની દેવ ટાઉનશિપમાં ડૉ. આંબેડકર ના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું..

ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે પાટણની દેવ ટાઉનશિપમાં ડૉ. આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું.. ~ #369News