પાટણ તા. ૯
પાટણ જિલ્લા બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ ના પ્રમુખ અને મંત્રી સહિત પાટણ જિલ્લા શાળા સંચાલક મંડળ ના પ્રમુખ,મંત્રી તેમ જ હોદ્દેદારોએ શુક્રવારે પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ ને રૂબરૂમાં તેમજ પાટણ જિલ્લાના ચાણસ્મા, રાધનપુર અને સિધ્ધપુર ના ધારાસભ્ય ને આરપીએમ દ્રારા ફાયર એનઓસી સંદર્ભે લેખિત મા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા બિલ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા જિલ્લાના ચારેય ધારાસભ્યોને કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણવિભાગ દ્વારા તા- ૨૪/ ૦૭/ ૨૦૨૪ ના રોજ ૯ મીટર કરતા ઓછી ઉંચાઈ તથા ૫૦૦ ચો.મી. કરતા વધુ કાર્પેટ એરિયા ધરાવતી શાળાઓને FIRE NOC તથા FIRE સેફટીની વ્યવસ્થા ઉભી કરવા આદેશ કરેલ છે.જે સંદર્ભે અમારી નમ્ર અરજ છે કે, જે સંસ્થાઓ/ શાળાઓ ગીચ વિસ્તાર, GIDC જેવા INDUSTRIAL AREA તથા શોપિંગ સેન્ટરમાં ચાલતી નથી, સાથે સાથે વિશાળ મેદાન ધરાવતી હોય, ખુબ જ ઓછી સંખ્યા બળ ધરાવતી હોય તેમજ ગ્રામ્ય કક્ષાના જાહેર ટ્રસ્ટો જે શખાવતથી ચાલે છે.
તેમજ છેલ્લા ઘણા વર્ષોથી આવી કોઇ જ ઘટના ન બની હોય તેવી શાળાઓને આ બાબતથી મુક્તિ આપવામાં આવે. અથવા આવી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા FIRE SYSTEM લગાવી આપવા તથા FIRE NOC મેળવી આપવામાં આવે તેવી માગ કરી આ મામલે સરકારમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવા તેઓએ લેખિતમાં વિનંતી કરી અગાઉ તમામ શાળાઓએ આ અંગે SELFDECLERATION પણ મંડળ તથા શાળા દ્વારા જમા કરાવેલ હોવાનું જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી