વિધાર્થીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા નિણૅય કરાયો..
પાટણ તા.૧૫
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાવાઝોડાની અસર ને ધ્યાને લઈ તા.૧૫ અને ૧૬જુન દરમ્યાન યુનિ. ના ગ્રંથાલય ખાતે વાંચન કરવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ ગ્રંથાલય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સમગ્ર રાજય સહિત પાટણ જીલ્લામાં બીપરજોય નામના વાવાઝોડાની તોફાની અસરને ધ્યાને લઇ જીલ્લાવહીવટીતંત્ર-પોલીસ- વન વિભાગ સહિત શૈક્ષણિક વિભાગ પણ એકશન મોડમાં આવ્યું છે ત્યારે પાટણ યુનિવર્સિટીના વહીવટીભવનની સામે આવેલ ગ્રંથાલયમાં પાટણ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી દિવસ દરમ્યાન મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચન કરવા આવતા હોય છે ત્યારે આગામી તા.૧૫ અને ૧૬ જુનના રોજ વાવાઝોડાની અસરને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ બે દિવસ દરમ્યાન ગ્રંથાલય બંધ રાખવાનો કુલપતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, યુનિવર્સિટીના ગ્રંથાલય માં સવારે ૮ થી રાત્રિના ૧૦ કલાક સુધી વિદ્યાર્થીઓ વાંચન કરતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ વાવાઝોડાની અસર તળે ફસાઈ ન જાય તે માટે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી