ભાજપ કાર્યાલય ખાતે પાટણ સાંસદ દ્વારા અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દ્વારા ધ્વજ વંદન કરાયું..
પાટણ તા. 15
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 15મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પણ 15 મી ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષ્યમા દેશદુલારા તિરંગાને લહેરાવી સ્વાતંત્રતા પર્વને યાદગાર બનાવ્યો હતો.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા દેશદુલારા તિરંગા ને લહેરાવી સલામી આપી લોકસભા મત વિસ્તારના પ્રજાજનોને સંદેશો પાઠવ્યો હતો. તો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખના વરદ હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.
રાજકીય પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા સ્વાતંત્ર પર્વની ઉજવણી ના આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, કાર્યકરો અને પાટણના પ્રબુદ્ધ નગરજ નો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર પર્વની ઉજવણી મા સહભાગી બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી