fbpx

રાધનપુરમાં વાવાઝોડાને લઈને સ્થળાંતર કરાયેલા પરિવારોનું ધનવંતરી આરોગ્ય રથ ટીમ દ્વારાચેક કપ કરાયું..

Date:

કોરોનાના કપરા સમયની જેમ વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ ધનવંતરી આરોગ્ય રથ ટીમની કામગીરી સરાહનીય બની..

પાટણ તા. 17
પાટણ જીલ્લાના રાધનપુર મા બીપરજોય વાવાઝોડા ની અસર વચ્ચે ધનવન્તરી આરોગ્ય રથ મેડીકલ ટીમ ની કામગીરી સરાહનીય બની છે.

ધનવંતરી આરોગ્ય રથની ટીમ દ્વારા રાધનપુર મા બીપરજોય વાવાઝોડામા સ્થળાતર કરાયેલાનીચાણ
વાળા વિસ્તારના ઝૂંપડપટ્ટી માં રહેતા ગરીબ પરિવારના લોકોની સારસંભાળ લઈ જરૂરીયાત ની મેડિકલ ચકાસણી લેબોરેટરી કરી દવા આપવામાં આવી હતી.

ધનવન્તરી આરોગ્ય રથ પાટણ અને સિધ્ધપુર એમબ્યુલન્સ ટીમ દ્વારા આ આરોગ્યલક્ષી સેવા પ્રવૃત્તિ મા ખડેપગે રહી પોતાની સેવા આપવામાં આવી હતી.

કોરોના ના કપરા સમયની જેમ બીપોરજોય વાવાઝોડા ના કપરા સમયમા પણ ધનવંતરી આરોગ્ય રથની ટીમ દ્વારા અગ્રેસર રહીને રાત દિવસ કરાતી આરોગ્યલક્ષી સેવા ની કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી હતી.

આ આરોગ્ય લક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં ડો. હિમશ્વેતા વાણીયા, ડો. તુષાર સોલંકી,ડો.નિકીતા પરમાર,કાઉન્સલર જીગર રાવલ, પેરામેડિકલ મહેશ માળી,જયેશ વણકર, લેબ ટેકનિશિયન ડિમ્પલ પટેલ, સેજલ ગઢવી, પાયલોટ નયન પરમાર, ઈરફાન કાદરી ફરજ પર હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીલ્લામાં 3 ઝોન માં 30,570 વિદ્યાર્થીઓ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષા આપશે…

જિલ્લામાં ધોરણ 10 માં કુલ 18494 વિદ્યાર્થીઓ અને ધોરણ...

પાટણના ઝઝામ ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત નીપજીયા..

ખેડૂતે પશુમૃત્યુ ની જાણ તંત્રને કરી પશુમૃત્યુની સહાયની માંગ...