fbpx

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને રથયાત્રાના માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..

Date:

રથયાત્રાના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા કેટલાક માર્ગો પર ડ્રાઇવઝૅનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ…

પાટણ તા. 18
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની 141 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 608 પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવનાર છે.

રવિવારના રોજ પાટણ એ ડિવિઝન, બી ડિવિઝન, પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે જીઈબી સ્ટાફે જગન્નાથ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.અને મંદિરના ટ્રસ્ટીઓ અને આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી મંદિર પરિસરથી સમગ્ર રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અને સમગ્ર રથયાત્રા રૂટ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું .

ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા શહેરીજનોને રથયાત્રાના માર્ગો પર ટ્રાફિક ની સમસ્યાના સર્જાય તે માટે પોતાના વાહનો રથયાત્રાના માર્ગો પર પાર્ક ન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જીઈબીના સ્ટાફે પણ રથયાત્રાના માર્ગ ઉપર નમી ગયેલા વીજ વાયરો નું નિરીક્ષણ કરી તેને દુરસ્ત કરવામાં આવશે. પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની નિકળનારી 141મી રથયાત્રાના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કેટલાક માર્ગો પર ડ્રાઇવઝૅન આપવામાં આવ્યું હોય જે રથયાત્રા દરમિયાન વાહન ચાલકોએ ડાયવર્ઝન માર્ગ નો ઉપયોગ કરવા પણ શહેરીજનોને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી તાલુકાના વામૈયાના ખેડૂતોને ડુપ્લીકેટ બીયારણના કારણે ખેતીમાં થયેલ નુકશાન…

ખેતીવાડી અધિકારી સહિત કલેકટરને ખેડૂતો દ્રારા લેખિત રજૂઆત કરવામાં...

યુનિવર્સિટી જનૉલિઝમ વિભાગ દ્વારા સાંપ્રત પ્રવાહમાં મૂલ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એકદિવસીય સેમિનાર યોજાયો..

પાટણ તા. ૨૭પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના એમબીએ ભવન...

યુનિવર્સિટી કેમ્પસ માંથી મળી આવેલી ખાલી દારૂની બોટલો મામલે યોગ્ય તપાસની માગ સાથે NSUI એ હંગામો મચાવ્યો..

યુનિવર્સિટી VIP ગેસ્ટ હાઉસમાં કેટલાક રાજકીય નેતાઓ દારૂની મહેફિલ...