fbpx

બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ અંગે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે કેબીનેટ મંત્રી ની સમીક્ષા બેઠક યોજાઇ..

Date:

વરસાદના લીધે જે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનું કાયમી નિરાકરણ લાવવાની કેબિનેટ મંત્રીએ સુચન કર્યુ…

નુકશાનીનો સર્વે ઝડપથી હાથ ધરી મુશ્કેલીની ઘડીમાં લોકોને મદદરૂપ બનીએ :કેબિનેટ મંત્રી

કલેક્ટર દ્વારા જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિ વિશે કેબિનેટ મંત્રીને માહિતગાર કર્યા..

પાટણ તા. 18
બિપરજોય વાવાઝોડું છેલ્લા બે દિવસથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે. આ વાવાઝોડાના લીધે બે દિવસથી પાટણ જિલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે ઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને અધિકારીઓ- પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિ વિશે મંત્રીને માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પાટણ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું કે, વાવાઝોડા પહેલાં કરવામાં આવેલા આગોતરા આયોજનને લીધે જિલ્લામાં મોટું નુકશાન નિવારી શકાયું છે. તેમણે કહ્યું કે, વરસાદના લીધે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં પાણી નિકાલની વ્યવસ્થા કરી સ્થિતિ પહેલાંના જેવી સામાન્ય કરવામાં આવે. દરવર્ષે વરસાદના લીધે જે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોને ઓળખી તેમનું કાયમી ધોરણે ઉકેલ લાવવાની કેબિનેટ મંત્રીએ સુચન કર્યુ હતું.

મંત્રીએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડાના પગલે જિલ્લામાં રોગચાળો ફાટીના નીકળે તે માટે આરોગ્યની ટીમ સત્વરે કામ કરવા તાકીદ કરી હતી. વાવાઝોડા, પુર વખતે રસ્તાઓ ઉપર વારંવાર રસ્તા અને ઝાડ તૂટી પડવાની ઘટના બનતી હોય છે તેમના ઉકેલ માટે સૂચન કર્યું હતું.

બીપીરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના લીધે આસપાસના વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરીને સાફસફાઈ કરીને પાટણ જિલ્લાને સુખદ બનાવીએ. જ્યાં રોડ રસ્તા ધોવાઈ ગયા હોય ત્યાં માર્ગ વ્યવહાર સુગમ બનાવવાનુ સૂચન મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રીએ વાવાઝોડાના પગલે પડી ગયેલા ઝાડ ની બાજુમાં ઊભેલા ઝાડ પ્રત્યે ચિંતા કરી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી બચાવવા તાકિદ કરી હતી.

આ બેઠકના અંતે કેબિનેટ મંત્રીએ ફરીથી જીલ્લા વહિવટી તંત્રના પ્રયાસોની પ્રસંશા કરી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જીલ્લા પોલિસ વડા વિજય પટેલ ઉપરાંત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની સાગોટાની શેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે રહીશોએ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી.

હિન્દુ મોહલ્લામાં રહેતા કેટલાક લોકો વિધર્મીઓને મકાન વેચી રહ્યા...