fbpx

પાટણની ઐતિહાસિક રાણ કી વાવ ખાતે સૌ પ્રથમ કાયૅરત થનાર લેશર લાઈટીંગ શો અને થ્રીડી પ્રોજેક્શન મેપિંગ માટે એજન્સી દ્વારા ટેસ્ટીંગ કરાયું..

Date:

પાટણની ઐતિહાસિક રાણકી વાવને નવું રંગ રૂપ આપવા પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા રૂ.15.30 કરોડ નો ખચૅ કરાશે..

પાટણ તા. ૨૩
પાટણ શહેરની વિશ્વ ધરોહર રાણ કી વાવ ની નિહાળવા વરસે દહાડે આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓ મુલાકાતે આવતાં હોય છે. ત્યારે આ ઐતિહાસિક રાણ કી વાવ એક નવું આકર્ષણ બનવાની તૈયારીમાં છે.
ગુજરાત પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવા માટે રાણ કી વાવ પરિસરમાં 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અંદાજીત રૂ. 15.30 કરોડના ખર્ચે શરૂ કરવા જઈ રહ્યું છે જેની ટેન્ડરીગ પ્રક્રિયા પણ પૂણૅ કરી એજન્સીને કામગીરી સોપી દેવામાં આવી છે.

ગુજરાતના પ્રવાસન નિગમ દ્વારા 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ માટે અને પાટણની વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવને નવું રંગરૂપ આપવા સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વાર રાણ કી વાવ માં રંગબેરંગી લેશર લાઇટિંગ શો, મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે થ્રીડી પ્રોજેક્શન મેપિંગ સાથેનું સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ થકી મંજૂરી આપતા

અને આ કામગીરી બાબતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે ત્યારે સોમવારે એજન્સી દ્વારા રાણકીવાવ પરિસરને રંગબેરંગી લેશર લાઇટિંગ શો અને થ્રીડી પ્રોજેક્શન મેપિગ સાથે રાણ કી વાવ ની ઐતિહાસિક પ્રતિમા ઓને મોન્યુમેન્ટ લાઇટિંગ થી જગમગવા માટે રાણ કીવાવ પરિસરમાં ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું રાણકીવાવ પરિસરમાં ફરજ બજાવતા સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે થનારી કામગીરીને લઈને પ્રવાસન સ્થળ તરીકે રાણકીવાવનો વિકાસ થશે. સાથે સાથે દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ આ રાણકીવાવનો રાત્રી નજારો જોવાનો લ્હાવો મળશે. આના કારણે પાટણ શહેરમાં રાત્રી દરમ્યાન નાસ્તા પાણીના ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારી ની વધુ તકો સાંપડશે તેવું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related