મોડી રાત સુધી પાટણ તાલુકા પંચાયત કચેરી ના સ્ટાફ દ્વારા સર્વે કામગીરી હાથ ધરી કેસડોલ ની રકમ ચૂકવવામાં મદદરૂપ બન્યા.
પાટણ તા.18
બીપોરજોય વાવાઝોડાની અસર પાટણ જિલ્લામાં પણ વર્તાય છે. ત્યારે પાટણ તાલુકાના અસરગ્રસ્ત લોકોને પ્રશાસન દ્વારા સ્થળાંતર કરાવી સુરક્ષિત જગ્યાએ સિફટ કરવામાં આવ્યા હતા.
બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ પાટણ તાલુકામાં 38 રણુજ,12 નોરતા તળપદ, 7 સંડેર,26 હાજીપુર, 35 કણી, 72 બાલીસણા, 9 ડેરાસણ, 45 ડેર,21 કમલીવાડા, 21 ખાનપુર રાજકુવા 9 ચડાસણા, 43 બબા સણા, 8 ચંદ્રુમાણા, 42 રાજપુર,13 માંડોત્રી,56 ખાનપુરડા મળી કુલ 16 ગામના 457 જેટલા સ્થળાંતર કરાયેલા લોકોનુ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા મોડી રાત સુધી રૂબરૂ મળી સર્વે કરી તમામને પાટણ તાલુકા પંચાયત કચેરી હસ્તક કેસ ડોલ ની રકમ રૂપિયા 75,400 ની ચુકવણી કરવામાં આવી હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.
પાટણ તાલુકામાં બીપોર જોય વાવાઝોડાના લઈને સ્થળાંતર કરાયેલા લોકોને સમયસર કેસ ડોલ મળી રહે તે માટે પાટણ તાલુકા પંચાયત સ્ટાફ પરિવારે મોડી રાત સુધી કામગીરી કરી સ્થળાંતર કરેલ લોકોને કેસડોલ ની સહાય ચૂકવવામાં મદદરૂપ બનતા પાટણ તાલુકા પંચાયત કચેરીની કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી હતી.
કેશ ડોલ રકમની ચુકવણી પ્રસંગે પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, મામલતદાર સંદીપભાઈ મહેતા,વિસ્તરણઅધિકારી તાલુકા પંચાયત નિકુંજ ભાઈ ટિકરીયા, રોહિતસિહ રાજપૂત સહિત તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી