પાટણ તા. 21
તા. 21 મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની જામઠા પ્રાથમિક શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ મટાડે રોગ, યોગથી મન, શરીર તંદુરસ્ત અને સશક્ત રહે છે. 21 મી સદીએ જ્ઞાન અને યોગની સદી છે.શાળાના શિક્ષકો દ્વારા બાળકોને યોગનું મહત્વ,ફાયદા અને આસનો શીખવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ યોગ પ્રત્યે જાગૃત થાય અને નિયમિત યોગ પ્રાણાયામ અને કસરત કરે એ બાબત સમજાવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી