fbpx

જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિ માં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ..

Date:

પાટણ શહેરની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે ‘વન વર્લ્ડ વન હેલ્થ’ થીમ પર કરવામાં આવેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં નગરજનોનો સામૂહિક યોગાભ્યાસ..

વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું…

જીવમાત્રનો અનુભવ કરાવે, આંતરવિરોધોનો નાશ કરે એ યોગ: વડાપ્રધાન…

આગામી સમયમાં 21 યોગ સ્ટુડિયોની શરૂઆત કરવાનું આયોજન: મુખ્યમંત્રી..

પાટણ તા. 21
પાટણની પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ ખાતે બુધવારે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાના કુલ 16 કેન્દ્રો પર યોગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં આયોજીત યોગ દિવસની ઉજવણીમાં નગરજનોએ સહભાગી થઇને સામુહિક યોગાભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ પણ ઉજવણીમાં સહભાગી થયાં હતાં.

જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની તથા નગરપાલિકા કક્ષાની યોગ શિબિરો, તેમજ ગ્રામ્ય કક્ષા ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં લોકો યોગ શિબિરોમાં જોડાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માં સહભાગી થયા હતા.વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘથી દેશવાસીઓને લાઈવ સંબોધન કર્યું હતુ.

વડાપ્રધા ને વર્ચ્યુઅલ સંબોધન કરતાં દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાને યોગનું મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે, જીવમાત્રનો અનુભવ કરાવે, આંતરવિરોધોને ખતમ કરે એ યોગ. સૌ સાથે યોગ કરવાનો આનંદ અનેરો હોય છે. આજે હું સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયમાં યોગ કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યો છે જેનો મને આનંદ છે. આજના દિવસે અહી 180 દેશોનું એકસાથે આવવું એ એક ઐતિહાસિક બાબત છે.

વર્ષ 2014માં જ્યારે યુ.એન.જનરલ એસમબ્લીમાં યોગ દિવસનાં પ્રસ્તાવને સમર્થન મળ્યું ત્યારથી અત્યાર સુધી યોગ એક ગ્લોબલ સ્પિરિટ બની ગયુ છે. વડાપ્રધાને ‘ઓશન રિંગ ઓફ યોગા’ની વાત કરતાં કહ્યુ કે, આજે આર્કટીકથી એન્ટાર્કટીકા સુધી તમામ લોકો યોગથી જોડાયા છે. કરોડો લોકોનું આ રીતે સામેલ થવું એ યોગના મહાત્મયને ઉજાગર કરે છે. આપણો દેશ વસુધૈવ કુટુબંકમની ભાવના ધરાવે છે.

તેથી જ G20ની થીમ પણ આ વર્ષે ONE EARTH, ONE FAMILY, ONE FUTURE છે. અને તેથી જ આ વર્ષે યોગ ની થીમ પણ આ જ ભાવનાને ઉજાગર કરે છે. વડાપ્રધાને યોગને પોતાના રોજીંદા જીવનમાં ઉતારવાની વાત કરતા જણાવ્યું હતુ કે, જે લોકો યોગ સાથે નિયમિતતાથી જોડાયેલા છે તેઓએ યોગની ઉર્જાનો અનુભવ કર્યો છે. આજે સ્વચ્છ ભારતથી, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત થી સાંસ્કૃતિક ભારત સુધી યુવાઓએ જે કરી બતાવ્યુ છે તેમાં યોગની ઉર્જાનો ફાળો પણ છે. અંતમાં વડાપ્રધાને કહ્યું કે, કર્મમાં કુશળતા જ યોગ છે.

આજે આઝાદીના અમૃતકાળમાં આ મંત્ર ઘણો મહત્વનો છે. મને વિશ્વાસ છે કે, આપણે યોગ દ્વારા આપણા સ્વાસ્થ્યને સારુ બનાવીશું.સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચુઅલ સંબોધન કરતા જણાવ્યું હતુ કે, આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાચીન ધરોહર એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર પહોંચાડી છે. સ્વસ્થ, તણાવમુક્ત જીવન કઈ રીતે જીવાય તેનું ઉદાહરણ આપણા ઋષિમુનિઓએ પુરુ પાડ્યું છે. આપણે સૌએ એ ઉદાહરણને અપનાવીને યોગને આપણા જીવનમાં મહત્વનું સ્થાન આપવાનું છે.

આપણી યોગની સંસ્કૃતિ આજે વિશ્વના અનેક દેશો અપનાવી રહ્યા છે. પ્રાચીન યોગ પરંપરાની આ ભવ્ય ઉજવણીમાં આજે સવા કરોડ લોકો રાજ્યભરમાં એકસાથે યોગ કરશે. વડાપ્રધાનની પ્રેરણાથી રાજ્યમાં યોગ બોર્ડની રચના થઈ છે. જેમાંથી રોજગારીમાં પણ વધારો થયો છે. આગામી સમયમાં 21 જેટલા યોગ સ્ટુડિયો શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

‘વન વર્લ્ડ વન હેલ્થ’ થીમ પર યોજાયેલા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, જિલ્લા સંગઠનના પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ અને જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ, ડી.આર.ડી.એ. નિયામક આર.કે. મકવાણા, જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી મિતુલ પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ, સહિત પ્રબુદ્ધ નાગરિકો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકાની શ્રી વૈકુંઠ ધામ વાહિનીએ માત્ર 1 રૂ.ના ટોકન દરે 4 માસમાં 80 મૃતકોને અંતિમ વિસામે પહોચાડયા…

#પાલિકાની શ્રી વૈકુંઠ ધામ વાહિનીએ માત્ર 1 રૂ.ના ટોકન દરે 4 માસમાં 80 મૃતકોને અંતિમ વિસામે પહોચાડયા……

75 માં પ્રજાસત્તાક પર્વે પ્રજાપતિ સમાજને ગૌરવ અપાવતી ધાર્મિ ઓઝા..

સિદ્ધપુર મુકામે યોજાયેલા 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે...