પ્રસંગે યોગગુરૂ યોગ દ્રારા યોગ મટાડે રોગ, યોગથી મન, શરીર તંદુરસ્ત અને સશક્ત રહે છે. 21 મી સદીએ જ્ઞાન અને યોગની સદી છે તેમ જણાવી યોગનું મહત્વ,ફાયદા અને આસનો વિશે માગૅદશૅન પુરૂ પાડી લોકો યોગ પ્રત્યે જાગૃત થાય અને નિયમિત યોગ પ્રાણાયામ અને કસરત કરે એ બાબત સમજાવવામાં આવ્યા હતા
આ પ્રસંગે પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના તમામ બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય શ્રી ગગજીભાઈ રથવી દ્વારા યોગનું મહત્વ અને યોગના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અને પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી મયુરકુમાર એમ.પટેલ દ્વારા તમામને યોગ કરાવવામાં આવ્યા હતા. સરકારી માધ્યમિક શાળા ના આચાર્યશ્રી પ્રેગ્નેશભાઈ પટેલ દ્વારા યોગ દિવસની પૂર્ણાહુતિના ભાગ રૂપે યોગ દિવસ અને તેનું મહત્વ અને આભાર વિધિ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી