પોલીસે તેની પર હુમલો કરનારા તેનાં પૂર્વ પતિ સામે આઈપીસી કલમ 307/325/506(2) મુજબ ગુનો નોંધ્યો
પાટણ શહેરનાં સિદ્ધપુર ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ નજીક આમલેટની લારી ચલાવતી એક મહિલા પર તેનાં પૂર્વ પતિએ તા.22 મીની રાત્રે સાડા દસ વાગે પાવડાનાં લાકડાનાં હાથાથી જીવલેણ હુમલો કરીને તેનાં માથાનાં પાછળનાં ભાગે ચાર પાંચ ફટકા ઝીંકી દીધા હતા. મહિલા ધંધાર્થીને માથામાં હેમરેજ અને હાથે પગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે પાટણની સિવીલ અને બાદમાં પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.આ બનાવ અંગે પોલીસે તેની પર હુમલો કરનારા તેનાં પૂર્વ પતિ રાકેશભાઇ રમણભાઇ નાઈ સામે આઈપીસી 307/325/506(2) મુજબ ગુનો નોંધ્યો હતો.
આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ શહેરનાં ઉંઝા ત્રણ રસ્તા નજીક ખોડીયા૨પુ૨ા માં રહેતી હિનાબેન ભુપતજી ઠાકોરના અગાઉ 23 વર્ષ પૂર્વે એક યુવક સાથે લગ્ન થતાં તેમને બે સંતાનો છે. બાદમાં 16 વર્ષ પૂર્વે બંને નાં છુટાછેડા થયા હતા અને બંને સંતાનોને હીનાબેને પોતાની પાસે રાખ્યા હતા. તે અગાઉ ૨સોડામાં મજુરી કામે જતી હતી ત્યારે 15 વર્ષ પહેલા ગાંધીનગરનાં રહીશ રાકેશભાઇ રમણભાઇ નાયી સાથે પરિચય થતાં તેઓએ પ્રેમલગ્ન કર્યા હતા.
રાકેશ, તેમની પત્ની પર વહેમ રાખતો હોવાથી બંનેએ એકાદ વર્ષ પહેલાં છુટાછેડા લીધા હતા અને હિનાબેન પાટણમાં શબરીમાલા હોસ્પિટલ પાસે આમલેટની લારી ચલાવતા હતા. તેમનો પતિ રાકેશ સાથે છુટાછેડા થયા હોવા છતાં તે તેને અવારનવાર ધમકીઓ આપતો હતો. તા. 22 મીની રાત્રે હિનાબેન લારી લઇને ઉભા હતા ત્યારે રાકેશે તેમની પાછળથી આવીને અચાનક જાનથી મારી નાંખવાનાં ઇરાદે પાવડાનો હાથો જોરથી ફટકા મારતાં હિનાબેનના માથામાં વાગતાં તેમને હેમરેજ થયુ હતું. તે બેભાન થઇ ગયા હતા. લોકો તેમને રીક્ષામાં સારવાર માટે લઇ ગયા હતા