પાટણ તા. 3 નારી વંદન ઉત્સવ ઉજવણી 2023 અંતર્ગત પાટણ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તેમજ આઇ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે “બેટી બચાવો બેટી પઢાવો “ ની ઉજવણી સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ગુરૂવારે કરવામાં આવી હતી.આઇ.સી.ડી.એસ.ના હોલમાં આયોજીત કાર્યક્રમમાં કિશોરી મેળો, વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ત્રણ માસ અંદર જન્મેલી બાળકીઓને બેબી કીટનું વિતરણ તેમજ વ્હાલી દીકરી હુકમનું વિતરણ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઇ પટેલ દ્વારા બહેનોને“બેટી બચાવો બેટી પઢાવો “અંતર્ગત અને સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. “સખી” વન સ્ટોપ સેન્ટરના એડમીન ચેતનાબેન પટેલ દ્વારા યોજનાકીય માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નાટક મંડળી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો “થીમ પર નાટક ભજવવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર નિનામા, મુખ્ય સેવિકાબેન કમળાબેન,આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર,પોલીસસ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટરના કાઉન્સીલર દિપ્સાબેન, પુર્ણા કન્સલ્ટન્ટ ચૌધરી મનીષાબેન, શીતલબેન તેમજ ભણશાલી ટ્રસ્ટ સ્ટાફ ગણ અને મોટી સંખ્યામાં કિશોરીઓએ હાજરી આપી હતી.