fbpx

પાટણ પ્રજાપતિ સમાજના ક્રિકેટ ખેલાડીઓ માટે શ્રી પદ્મનાભ પ્રીમિયરલીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Date:

જય હરિ ઇલેવન ટીમ ચેમ્પિયન બનતા ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાઈ..

પાટણ તા. 26
પાટણ પ્રજાપતિ સમાજના યુવા ક્રિકેટ ખેલાડી ઓ ને પ્લેટફોર્મની સાથે સાથે પ્રોત્સાહિત કરવા ના ઉમદા આશયથી સમાજના પી પી એલ ગ્રુપ દ્વારા શ્રી પદ્મનાભ પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું શ્રી પદ્મનાભ મંદિર પરિસરના વિશાળ ગ્રાઉન્ડ માં કરવામાં આવ્યું હતું.

શ્રી પદ્મનાભ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના યુવાનોની છ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે ફાઇનલ મેચ જય હરિ ઇલેવન અને ડિમેટ્રિક ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં જય હરિ ઇલેવને પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 9 વિકેટ સાથે 113 રન બનાવ્યા હતા. જયારે ડિમેટ્રીક ઇલેવન એ પણ 12 ઓવરમાં 9 વિકેટે 113 બનાવતા બંને ટીમો વચ્ચે સુપર ઓવર રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ ડિમેટ્રિક ઇલેવને કરી એક ઓવરમાં 1 વિકેટ સાથે 9 રન બનાવ્યા હતા. જયારે જય હરી ઇલેવને પણ એક ઓવરમાં વિના વિકેટે 9 રન બનાવતા તેને વિજેતા ધોષિત કરી વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ બ્રિજેશ (બીટુ) પ્રજાપતિ તેમજ બેસ્ટ બેસ્ટમેન ટુર્નામેન્ટ ક્રિમલ પ્રજાપતિ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પાટણ પ્રજાપતિ સમાજના પીપીએલ ગ્રુપ દ્વારા સમાજના યુવા ક્રિકેટ ખેલાડીઓ માટે આયોજિત કરાયેલી શ્રી પદ્મનાભ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટ્રોફી અને કોલ્ડ્રીંક્સ ના સ્પોન્સર સ્વામી ટ્રેડિંગ કોકાકોલા ડિસ્ટ્રીબ્યુટર પરિવાર દ્વારા એનાયત કરવામાં આવી હતી.

આ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,સમાજના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ટુર્નામેન્ટના આયોજક સંજય સ્વામી, ચિંતન પ્રજાપતિ, જીગર પ્રજાપતિ, હિતેશ પ્રજાપતિ, સંજય પ્રજાપતિ, અમિત પ્રજાપતિ સહિતના ઓએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ..

પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ.. ~ #369News

પાટણ ના નગરજનોને પાણી ના સામાન્ય કર માથી મુક્તિ અપાવનાર દાતાની પ્રતિમા ને બેનરો ના ભારથી કયારે મુક્ત કરાશે..

પાટણ ના નગરજનોને પાણી ના સામાન્ય કર માથી મુક્તિ અપાવનાર દાતાની પ્રતિમા ને બેનરો ના ભારથી કયારે મુક્ત કરાશે.. ~ #369News