fbpx

પાટણના વનાગવાડા નાકે આવેલ સુફી સંત હઝરત મસ્ત કલંદર પીરબાવા (ર.અ.) નો સંદલ શરિફ ઉજવાયો.

Date:

પાટણ ધારાસભ્ય સહિત ના હિન્દુ- મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા. 26
પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન સૂફી સંતોની ભૂમિ છે વિવિધ ધર્મો ના સૂફી સંતો ની મજારો અને સમાધિઓ પાટણ ની પ્રભુતા અને પવીત્રતા માં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહર ને ગૌરવશાળી બનાવી રહી છે.આવા જ મહાન સૂફી સંત હજરત મસ્ત કલંદર પીર બાબા (ર.અ) જેઓની મજાર શહેરના વનાગવાડા ના નાકે આવેલી છે.જયા ગતરોજ તા. 25 મી જૂને રાત્રી ના સમયે એમનો સંદલ શરીફ ઉજવાયો હતો.

વનાગવાડા ના યુસુફભાઈ શેખ ના નિવાસ સ્થાને થી સંદલ ની ચાદર પેશ કરવામાં આવી હતી અને ફાતિહા ખ્વાની કરી સૂફી સંત ને અકીદત પેશ કરવામાં આવી હતી. ત્યારબાદ રાતીબે રિફાઈ નો કાર્યક્રમ યોજાયો હતો અને ન્યાજ તકસીમ કરવામાં આવી હતી.આ પ્રસંગે દરગાહના ખાદીમ મુનિરખાન (પટેલ) અને વહીવટ કર્તા મોહમદમીયા (મેટ્રો) સાથે રહ્યા હતા.જયાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. અને પાટણ શહેર તેમજ દેશ ની એકતા અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી.આ પ્રસંગે પાટણ ના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ, પાટણ વોર્ડ નંબર 8 ના નગર સેવક ભરતભાઈ ભાટિયા,ઉસ્માનભાઈ શેખ, યાસીન ભાઈ સુમરા,યાસીન મિર્ઝા, નજીર ભાઈ મકરાણી, ઇબ્રાહિમશેખ, હબીબ મિયા શેખ, મહેબૂબ શેખ,અમજદ બલોચ, ઇસ્માઇલ શેખ,તેમજ અકીદતમંદો હાજર રહ્યાં હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા હોમગાર્ડઝ સભ્ય ના અવસાન બદલહોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી રૂ.૧.૫૫ લાખનો ચેક સભ્ય પરિવાર ને અપૅણ કરાયો..

પાટણ તા. ૨૪ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડ સભ્ય સ્વ.મહેન્દ્રભાઈ...

પાટણ માર્કેટયાર્ડમાં પ્લોટ નંબર 32 અને 34 ના વેપારી મિત્રો દ્વારા ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું..

માર્કેટ યાર્ડના ચેરમેનની અપીલને વેપારી મિત્રોએ અનુસરી છાશની સેવા...

પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 18 "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત...