fbpx

પાટણ જિલ્લામાં બકરી ઇદ નિમિતે ઈદગાહ ખાતે ઇદૂઅલ ફીત્રની નમાજ અદા કરાઈ..

Date:

ઇદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી ખુદાની બંદગી કરી..

પાટણ તા. 29
પાટણ શહેર સહિત જિલ્લામાં ગુરૂવારે મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઇદના તહેવારની ઉજવણી કરી હતી. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઇદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી અલ્લાતાલા ની બંદગી કરી હતી.આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથક માંથી મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ ખાતે નમાઝ અદા કરી હતી.

આ પ્રસંગે મૌલાના ઇમરાને શાયરી કુરાન શરીફ નો ખુદબો પઢી ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઇદની મુબારકબાદી પાઠવી હતી. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે ભેટી ઈદની મુબારક પાઠવી હતી. તો શહેર ની અન્ય મસ્જિદોમાં પણ ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી બકરી ઈદની મુબારક બાદી પાઠવી હતી.

બકરી ઈદ ની ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોની સામૂહિક નમાઝ ને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા ના ભાગરૂપે પાટણ પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પાટણ શહેર સહિત જીલ્લામાં બકરી ઇદ ની હર્ષોઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હોવાનું મૌલાના ઈમરાને જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરાઈ…

પાલિકા પ્રમુખ સહિત ના સભ્યોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં...

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ નેત્રદાન દિન નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 10 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ નગરદેવી કાલીકા માતાજી ને ચૈત્રી નવરાત્રી ના પ્રારંભે વિશિષ્ટ સૃગાર કરાયો..

ચૈત્રી નવરાત્રી મા માતાજીની નીત નવી આગીઓ સાથે વિવિધ...