શહેરના કરંડિયા વીર મંદિર નજીક વિજળી નો કડાકો પડતાં લોકો મા ફફડાટ વ્યાપ્યો..
છબીલા હનુમાન મંદિર અને શિશુ મંદિર શાળાના માગૅ સહિત નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા…
પાટણ તા. 29
પાટણ શહેરમાં બુધવાર ની રાત્રે સુસ્વાટા બંધ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી સતત એક થી દોઢ કલાક વરસેલા મુશળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. તો શહેરના પારેવા સકૅલ નજીક આવેલ છબીલા હનુમાન મંદિર અને શિશુ મંદિર શાળા ના માગૅ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉદભવવા પામી હતી.તો
વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસતા વરસાદ વચ્ચે શહેરના કરંડિયા વીર નજીક વીજળીનો કડાકો ત્રાટકતા આજુબાજુના લોકોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે આ વિજળી ના કડાકા ના કારણે કોઈ પ્રકારનું નુકસાન ન થતાં લોકો એ હાશકારો અનુભવ્યો હતો.પાટણ શહેરમાં બુધવારની રાત્રે એક થી દોઢ કલાક મુશળધાર પડેલા વરસાદને અંદાજિત બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી