google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના વિરમાયાં મંદિર, માયાટેકરી ખાતે આંતર જ્ઞાતિય અનોખા લગ્ન યોજાયા…

Date:

પાટણ તા. 29
પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ વિરમાયાં ટેકરી પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલ ખાતે આંતર જ્ઞાતિય વર -કન્યાના અનોખા લગ્ન યોજાઈ ગયા. લંકાની લાડી અને ઘોઘાના વર જેવા આંતર જ્ઞાતિય અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ) ના લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયા સ્મારક સંકુલનાઆગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય સમાનતા દર્શક લગ્ન ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી.

વિર માયા ટેકરી, પાટણ ખાતે કોરોના સમય કાળ થી શરુ કરેલ સાદાઈ થી લગ્ન નો આજે 19 (ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો.આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ આપવાની ખાત્રી આપી આ પ્રયાસ અથવા લગ્ન કરવાની આ વ્યવસ્થાને મજબૂત રીતે આગળ વધે અને સમાજની પરંપરા બને તેવા પ્રયત્નો કરવાની કટીબદ્ધતા વ્યકત કરી હતી.આ લગ્ન પ્રસંગ અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો.વિરમાયાં ટેકરી પાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે ખર્ચ પાંચ હજાર રૂપિયા થી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે.વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના હેતુ પરિપૂર્ણ થતો હોવાનું ધીરજભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ મા બિરશા મૂંડાજી ના જન્મ દિન નિમિત્તે પ્રતિમાને માલ્યાર્પણ કરાયું..

પાટણ તા. ૧૬બિરશા મુંડાજી ના જન્મ દિન નિમિત્તે તા....

ક્લાઈમેટ સ્માર્ટ પાટણ ઈનિશિએટીવ બનાવવા MHT નો નવતર પ્રયોગ : પાલિકા પ્રમુખ…

વાતાવરણ માં શ્રમિકોને કેવી રીતે રહેવું તેની સમજ આપવા...

પાટણ કલેક્ટર દ્વારા 38 મહેસૂલી તલાટીઓ અને 31 કારકુનોને નાયબમામલતદાર તરીકે બઢતી અપાઈ..

જિલ્લાના ત્રણ મહેસુલી અધિકારીઓ ની અન્ય જિલ્લામાં નાયબ મામલતદાર...