fbpx

પાટણમાં રાત્રિ ફરજ બજાવતા હોમગાર્ડને તેની જ લાકડી વડે તસ્કરે ધોઈ નાખ્યો..

Date:

હોમગાર્ડ ઉપર હુમલો કરનાર તસ્કરને ગણતરીના કલાકમાં ઝડપી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવાયો..

પાટણ તા. 29
પાટણ શહેરના ચતુર્ભુજ બાગથી બગવાડા દરવાજા સુધીના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગની રાત્રી ફરજ બજાવતા હોમગાર્ડ જવાન હસમુખભાઈ વિઠ્ઠલભાઈ પરમાર રહે ઓઢવા, ઇન્દિરા નગર વાળા તારીખ 27 મી એ રાત્રે પોતાના ફરજ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે ચતુર્ભુજ બાગ નજીક આવેલ જલારામ પાન પાર્લર નામના કેબિનને કોઈ તસ્કર નિશાન બનાવતો હોવાનું ધ્યાનમાં આવતા તેઓએ તસ્કર ને પડકાર ફેંકતા તશ્કર અને હોમગાર્ડ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. તે દરમિયાન તશ્કર દ્વારા હોમગાર્ડ હસમુખભાઈ પાસેની લાકડી આચકી લઈ તેઓની જ લાકડી વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.આ સમયે અન્ય હોમગાર્ડ આવી પહોંચતા તેને પણ તસ્કરે માર મારી ઇજાઓ પહોંચાડી તશ્કર અંધારા નો લાભ લઇ ફરાર થઈ ગયો હતો.

જ્યારે ઇજાગ્રસ્ત બનેલા બંને હોમગાર્ડ જવાનોને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને અજાણ્યા તસ્કર વિરુદ્ધ હસમુખભાઈ વિઠ્ઠલભાઈ પરમાર ની ફરિયાદના આધારે ગુનો નોંધી એ ડિવિઝન પીએસઆઇ આર.ટી. બ્રહ્મભટે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકમાં હોમગાર્ડ ઉપર હુમલો કરનાર આરોપી બ્રિજેશ જયંતીભાઈ પરમાર રહે રોહિતનગર, પીતાંબર તળાવ વાળા ને ઝડપી લઇ કોર્ટ માં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કરી પોલીસને સોંપતા તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા આરોપીની કોઈ અન્ય ગુનાકિય પ્રવૃત્તિમાં સંડોવણી છે કે નહીં તે માટેના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પાટણ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.પાટણ એ ડિવિઝન પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો ઉપર તેમની જ લાકડી વડે તસ્કર દ્વારા કરાયેલા હુમલા ને પગલે પાટણ પોલીસ બેડા માં ચકચાર મચી જવા પામી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં નવકાર જ્વેલર્સ અને ભગવતી જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો..

પાટણ શહેરમાં નવકાર જ્વેલર્સ અને ભગવતી જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.. ~ #369News