fbpx

પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પોરીયાને યુજીસી દ્વારા મહત્વની જવાબદારી સોંપાઈ..

Date:

પાટણ તા. ૨૦
યુ.જી.સી. નવી દિલ્હી અને ભારતીય ભાષા સમિતિ દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીના કુલપતિઓ માટે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીનાં કુલપતિઓએ સક્રિય ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીતિ અન્વયે યુ.જી.સી. દ્વારા જુદી જુદી ૧૨ ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે સંદર્ભ ગ્રંથો અને પાઠયપુસ્તકો તૈયાર થનાર છે. આ માટે આસામીઝ, બંગાળી, હિન્દી, કન્નડ, મલયાલમ,મરાઠી, ઉડીયા, પંજાબી,તામીલ, તેલુગુ, ઉર્દુ અને ગુજરાતી ભાષામાં પુસ્તકો તૈયાર થનાર છે. આ પુસ્તકો મુખ્ય શાખાઓ આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિદ્યાશાખા માટે જુદા જુદા વિષયો માટે ક્રમશઃ તૈયાર થનાર છે.

ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિદ્યાશાખા માટે જુદા જુદા આઠ વિષયો માટે પુસ્તકો પ્રતિ સેમેસ્ટર તૈયાર થનાર છે. આ પુસ્તકો તૈયાર કરવાની સમગ્ર જવાબદારી પાટણ યુનિવર્સિટી કુલપતિ પ્રો. કિશોરભાઈ પોરીયાને યુ,જી.સી.દ્વારા સોંપવામાં આવી છે. ત્યારે તેઓ શ્રેયાન અધિકારી તરીકે કામ કરશે અને તેમની સાથે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિઓ જોડાશે. આ ટીમ દ્વારા જુદા જુદા આઠ વિષયો માટે જુદા જુદા લેખકોનું ચયન, પુસ્તક લેખન, તેમનું વિશ્લેષણ અને પુસ્તકો ની ચોક્કસાઈ સહીત તમામ જવાબદારી પ્રો.કિશોર ભાઈ પોરીયાને સોંપાઈ છે.

હાલ પ્રથમ સત્રમાં જુદા જુદા આઠ વિષયો જેવા કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડા શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, સૂક્ષ્મજીવ શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કોમ્પ્યુટર વિજ્ઞાન તથા બાયોટેક્નોલોજી વિષયને આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં યુ.જી.સી.ના ચેરમેન પ્રો.જગદીશકુમાર, સેક્રેટરી પ્રોફે.સંજય મુર્થી અને ભારતીય ભાષા સમિતિના ચેરમેન પ્રો.ચાનુરૂપ શાસ્ત્રીએ આ અંગેનું માર્ગદર્શન કર્યું હતું.આ વર્કશોપ માં જુદી જુદી ૧૦૪ યુનિવર્સિટીના કુલપતિઓ હાજર રહ્યા હતાં અને બૃહદ ચર્ચાવિચારણા થઇ હતી.અને અસ્મીતા, ભારતીય ભાષા ઇકો સીસ્ટમ, અને બહુભાષા શબ્દકોષના ઓનલાઈન પોર્ટલ ખુલ્લા મુકવામાં આવ્યા હતાં.

ભારતની ખ્યાતનામ સંસ્થાઓ જેવી કે સી.એસ.ટી.ટી., આઈ. સી. ટી. ઈ. સી. આઈ. આઈ. એલ. અનુવાદી ની” ફાઉન્ડેશનનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેલાં હતાં.અને પરસ્પર જ્ઞાનનો વિનિયોગ અને પ્રશ્નોત્તરી થયેલ હતી. અને તે સાથે દરેક રાજ્યો માટે ભાષા સમિતિઓમાં દસ દસ કુલપતિઓને જોડી સમિતિઓની રચના થયેલ હતી. ગુજરાત ભાષા સમિતિ માટે નોડલ અધિકારી તરીકે એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના કુલપતિ પ્રો.શ્રીવાસ્તવ રહ્યા હતા. આ ઉપરાંત સભ્યો તરીકે ગુજરાતની દસ યુનિવર્સિટીઓના કુલપતિઓનો સમાવેશ કરાવામાં આવેલ.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન….

પાટણ તા. ૩૦હેેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા છેલ્લા...

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરનો અયોધ્યા ની જેમ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષમણજીની મૂર્તિની પુન: પ્રતિષ્ઠામાં ભાવિક...