fbpx

૩ એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ 11.16 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કર્યો હતો

Date:

પાટણ તા. ૨૫
પાટણ ભીલડી બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી
માં ગેરકાયદેસર રીતે રોયલ્ટીની ચોરી કરી માટીનો ઉપયોગ કરનાર આદિપુરની બે અને મહેસાણા ની એક એજન્સી મળી કુલ ત્રણ એજન્સીને ભૂસ્તર વિભાગ દ્વારા રૂ. ૬.૭૧ કરોડ નો દંડ ફટકારતાં ખનન માફીયાઓ મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પાટણ ભીલડી રેલવે બ્રોડગેજ લાઈન પર પાટણથી ખલીપુર, કાંસાથી વાયડ અને વાયડ થી પાટણ જિલ્લાની હદ સુધી રેલવે લાઈન પર જુદી જુદી ત્રણ એજન્સીઓએ આદિપુર કચ્છની ભીમજી વેલજી સોરઠીયા, ભીમજી વેલજી સોરઠીયા કન્ટ્રક્શન પ્રાઈવેટ લિ. અનેરાધે એસો.મહેસાણા
દ્વારા માટીકામ કરાવ્યું હતું.

આ ત્રણેય કંપનીઓને માટીની રોયલ્ટી ભર્યાના આધાર પુરાવા રજૂ કરવા માટે પાટણખાણ ખનીજ વિભાગ દ્વારા ૩ નોટિસ આપી હતી.છતાં કોન્ટ્રાક્ટરોએ આધાર પુરાવા સાથે કોઈ જવાબ રજૂ કર્યો ન હતો. જેને પગલે પાટણ ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ આદિપુરની બે એજન્સીને ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર ૫.૯૭ લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કરવા બદલ કુલ રૂ.૩.૯૪ કરોડ અને મહેસાણા ની એજન્સીને ૪.૧૮ લાખ મેટ્રિક ટન માટીનો રોયલ્ટી વગર ઉપયોગ કરવા બદલ રૂ.૨.૭૬ કરોડનો દંડ ફટકારી કુલ ત્રણેય એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ ૧૧.૧૬ લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કરતાં ત્રણેય એજન્સીઓને કુલ રૂ.૬.૭૧ કરોડ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પાટણ ખાણ ખનીજ વિભાગના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી ના જેસગપુરા ઉચ્ચ પ્રાથમિક શાળા ના જજૅરિત બનેલા ચાર ઓરડા સરકાર ની સ્માટૅ શિક્ષણની ચાડી ખાઈ છે..

જજૅરિત ઓરડાનાં કારણે એક ખંડમાં ત્રણ-ત્રણ ધોરણના વિધાર્થીઓને સાથે...

પાટણ નેત્રમ ટીમે ગુમ થયેલા ૮ વર્ષના બે બાળકો ને શોધ્યા તો LCB ટીમે એક ગુમસુદા મહિલાને શોધી કાઢી..

પાટણ નેત્રમ ટીમે ગુમ થયેલા ૮ વર્ષના બે બાળકોને શોધ્યા તો LCB ટીમે એક ગુમસુદા મહિલાને શોધી કાઢી.. ~ #369News

સિધ્ધપુર શહેર સહિત તાલુકાના 17 ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

આંગણવાડીઓના ભૂલકા ઓને શણગારેલી રીક્ષા અને eeco ગાડીમાં ફેરવવામાં...