પાટણ તા. 1
પાટણ બી ડિવિઝન પોલીસ મથકે નોધાયેલી ફરિયાદ ના નાસતાં ફરતા આરોપીને પાટણ SOG ટીમે આબાદ ઝડપી સિધ્ધપુર પોલીસ ને સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક પાટણ ના વિજય પટેલ દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં વિવિધ ગુનામાંસંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હોય જે સુચનાને ધ્યાનમાં રાખીને પાટણ SOG ઈન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે ના ગુના મા સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને સી.આર.પી.સી કલમ-૪૧-૧(i) મુજબ પાટણ મુકામેથી ઝડપી આગળની ઘટીત કાર્યવાહી કરવા પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે સુપ્રત કરવામા આવતા પોલીસ પુછપરછ દરમ્યાન તેઓએ પોતાનું નામ દિપકકુમાર કરમશીભાઇ રબારી રહે- કરાઇ રબારી
વાસ તા.જી-ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી