પાટણ તા. 28 ઓવર સ્પીડ પર ગાડી ચલાવવી ગમે છે? વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવાનો કંટાળો આવે છે? ટ્રાફીકના નિયમોનો ભંગ કરવો એ ઘણું કુલ લાગે છે? જો આ તમામ બાબતો આપને લાગુ પડતી હોય તો હવે ચેતી જજો! કારણકે, રાજ્યભરમાં હાલમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં પણ માર્ગ સલામતી અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાટણ જિલ્લા આર.ટી.ઓ.તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીની વિગતે વાત કરીએ તો, તા. 21.07.2023 થી તા.27.07.2023 દરમિયાન લાયસન્સ ન હોવા છતાં વાહન વ્યવહાર કરનારા 111 લોકોને રૂ.2,47,000 નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં તા.01 થી 27 જુલાઈ દરમિયાન ફેટલ અકસ્માત અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ નાં કિસ્સામાં એ.આર.ટી.ઓ. પાટણ કચેરી દ્વારા કુલ 10 વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પાટણ જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર મહિને પાટણ જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતી સમિતિની બેઠક મળે છે. જેમાં રોડ સેફ્ટી અંતર્ગત માસ દરમિયાન શુ કાર્યવાહી કરવામાં આવી તેની ચર્ચા કરવામાં આવે છે. આર.ટી.ઓ અધિકારી જે.જે.ચૌધરીના જણાવ્યા અનુસાર માર્ગ સલામતી સુનિશ્ચત કરાવવા જિલ્લા માર્ગ સલામતી સમિતિની દર માસે નિયમિત બેઠકનું આયોજન કરીને તેમાં માર્ગ અકસ્માતોને અટકાવવા તમામ પગલાં લેવા સંબધિત રોડને લગતી કચેરીઓ, નગરપાલિકા, ચેકીંગ કરવા આર.ટી.ઓ. તથા પોલીસ વિભાગના મારફતે જરૂરી કાર્યવાહી કરાવવા કલેકટર દ્વારા જરૂરી સૂચન કરવામાં આવે છે.
પાટણ જિલ્લામાંલાયસન્સ વગર વાહન હંકારનારા 111 લોકોને રૂ.2,47,000 દંડ ફટકારતું RTO તંત્ર…
Subscribe
Popular
More like thisRelated
પાટણમાં ચાની લારીવાળાના ડોકયુમેન્ટ પર બે વેપારી બંધુઓએ જુદી જુદી બેકો મા કરોડોનાં વ્યવહાર કયૉ હોવાનું ઈન્કમટેક્સ ની નોટિસ મળતાં બહાર આવ્યું..
ચાની લારીવાળા દ્રારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા એલસીબી...
પાટણના ગોલીવાડા ગામની સીમની એક ખેત તલાવડી માં વિશાળકાય અજગર જોવા મળતા અફડા તફડી માચી…
પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા વિશાળકાય...
પાટણની આદર્શ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માંથી બોર્ડ ની પરીક્ષાનો હાઉ દૂર કરવા નવતર પ્રયાસ..
વિદ્યાલય ની પ્રિલિમ પરીક્ષાનો બોર્ડ પદ્ધતિ મુજબ પ્રારંભ કરાયો..વિદ્યાર્થીઓએ...
ટેલિફોન એક્સચેન્જ નજીક મિનળપાકૅ થી કમૅભૂમિ તરફ ના માગૅ પર ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા 13 જેટલી ચેમ્બરો બનાવાશે.
ટેલિફોન એક્સચેન્જ નજીક મિનળપાકૅ થી કમૅભૂમિ તરફ ના માગૅ પર ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા 13 જેટલી ચેમ્બરો બનાવાશે. ~ #369News