પાટણ તા. ૧
સિધ્ધપુર પોલીસ ટીમે મોબાઇલ ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ચોરીના મોબાઈલ ફોન સાથે આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તરફથી મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા સારુ આપેલ ડ્રાઇવ આધારે નાયબ પોલીસ અધિક્ષક કે.કે પંડ્યા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.આચાર્ય સિધ્ધપુર પો.સ્ટે. નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુના શોધવાની કામગીરીમાં હતા તે દરમ્યાન સિધ્ધપુર પોલીસ સ્ટેશન પાટૅ એ મુજબનો મોબાઇલ ચોરીનો ગુનો e-FIR થી નોધાયેલ જે અન ડી ટેક્ટ હોઇ જેની સિધ્ધપુર પોલીસ ટીમ તપાસમા હતી તે દરમિયાન સિધ્ધપુર પોલીસ ટીમ ને સચોટ બાતમી મળેલી કે ચોરીમા ગયેલ મોબાઇલ સાથે બે શખ્સો હાલમા કાકોશી ચાર રસ્તા ખાતે આવેલ છે જે હકીકત આધારે પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે પહોંચી આ કામના ઇસમોને ચોરી મા ગયેલ મોબાઇલ સાથે ઝડપી પુછ પરછ કરતાં તેઓએ પોતાના નામ રાવળ વિજય અમરતભાઇ ઉ.વ.૨૩ રહે મેસર તા.સરસ્વતી જી.પાટણ અને લુહાર રાજુભાઇ રાવતાભાઇ ઉવ.૨૩ રહે-પાલનપુર ગોરવાડી રેલ્વે કોલોની તા-પાલનપુર જી-બ.કાંઠા મુળ. રહે- બ્રાહ્મણવાડા તા-ઉંઝા જી-મહેસાણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસે થી ચોરી કરેલ એક વિવો કંપનીનો રોમન બ્લેક કલરનો મોબાઈલ કિં.રૂ ૧૯,૯૯૦/- નો કબજે કરી આગળ ની કાર્યવાહી સિધ્ધપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે..
અહેવાલ યશપાલ સ્વામી