પાટણ તા. 2
પાટણ નગરપાલિકામાં કમૅચારીઓની ધટ ને કારણે તંત્ર દ્વારા પાલિકાના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરાંત વધારાનાં ટેબલોની જવાબદારી સોંપવાની સાથે એક કર્મચારીને બીજા વિભાગમાં કામગીરી કરવા બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે ચીફ ઓફીસર અને પ્રમુખે કરેલા આદેશ પ્રમાણે હાલમાં વેરાશાખા અને લીગલ શાખાની કામગીરી સંભાળતા સંજય પટેલને લગીલ શાખાની કામગીરી માંથી મુક્ત કરીને વેરાશાખાની કામગીરી ઉપરાંત વાહન શાખાનાં મુખ્ય ટેબલની વધારાની કામગીરી સોંપાઇ છે.જ્યારે વાહન શાખાનું મુખ્ય ટેબલ સંભાળતા જગદીશ ભીલને વેરાશાખાની કામગીરી માટે બદલી કરાઇ છે.તથા ગુમાસ્તા ધારા તથા વ્યવસાય વેરા ઉપરાંત સમગ્ર સભા તેમજ કારોબારીનાં ટેબલની એમ ચાર-ચાર જવાબદારી સંભાળતા રઝાક શેખને ઉપરોક્ત કામગીરી ઉપરાંત લીગલ શાખા ટેબલની કામગીરી સોંપાઇ છે.પાટણ નગર પાલિકા માં જવાબદાર અને મહત્ત્વનાં ટેબલો અને શાખાઓમાં કાયમી કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા હોવા થી અને તેમનાં સ્થાને સરકાર નવી ભરતી કરતી ન હોવાથી હાલમાં હયાત કર્મચારીઓને બે કે તેથી વધુ ટેબલોના ચાર્જ સોંપવા પડે તેવી સ્થીતી ઉભી થઇ હોવાનું પાલિકા સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી