fbpx

ધારપુર થી પાટણ માર્ગ પર ઢગલા મોઢે બાયોમેડિકલ વેસ્ટ નો જથ્થો રસ્તે રઝળતો જોવા મળ્યો..

Date:

બાયો મેડિકલ વેસ્ટ ના જથ્થા મામલે પાલિકા પ્રમુખે એસઆઈ ને સ્થળ તપાસ કરી પાલિકા ની હદ લાગતી હોય તો યોગ્ય કાયૅવાહી કરવા સુચના આપી..

પાટણ તા. 11
આરોગ્ય નગરી તરીકે નામના પ્રાપ્ત કરનાર પાટણ શહેરમાં અનેક સુવિધા સભર તબીબી સારવાર પૂરી પાડતી હોસ્પિટલો કાર્યરત છે. ત્યારે કેટલીક હોસ્પિટલ નો તબીબો દ્વારા પોતાના હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ રાત્રિના સુમારે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ પાસે હાઇવે પર નિકાલ કરાતો હોય છે અને આવા રસ્તે રઝળતા બાયો મેડિકલ વેસ્ટના કારણે લોકો ના આરોગ્ય સામે ખતરો ઉભો થતો હોવાની સાથે રખડતાં ઢોરો માટે મોતનું કારણ બનતાં હોય છે.

બુધવારે પાટણ નજીક આવેલ ધારપુર હોસ્પિટલ થી પાટણ તરફ આવવાના માગૅ પર કોઈ ડોકટર દ્રારા પોતાની હોસ્પિટલ નો બાયોમેડિકલ વેસ્ટ નો ઢગલા મોઢે જથ્થો હાઇવે પરના રસ્તાની સાઈડમાં છુટ્ટો તેમજ ગ્રિન કલર ની બેગોમાં ભરી ને ફેકી દેવામાં આવ્યો હોઈ જાહેર હાઇવે પરના રસ્તા પર બાયો મેડિકલ વેસ્ટ ના ઢગે ઢગ સાથે ગ્રીન બેગો ભરી પડેલ દુર્ગંધ યુક્ત મેડિકલ વેસ્ટમાં અસંખ્ય સિરીઝ – ગ્લોઝ – પાટા પિંડીનો ઉપયોગ કરેલ સમાન સહિત ઈંજેક્સનો,દવાના રેપર ના ઢગ જોવા મળતા વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતી સાથે રખડતાં ઢોરો આ બાયોમેડિકલ વેસ્ટ આરોગે તો મોતને ભેટે તેવી શક્યતા પ્રબળ બની છે.

ઘારપુર હોસ્પિટલ થી માત્ર 3 કિલોમીટર દૂર હાઈવે માગૅ ની સાઈડમાં ખડકાયેલા બાયો મેડિકલ વેસ્ટ મામલે પાટણ આરોગ્ય વિભાગ ની બેદરકારી પણ હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે આ મામલે પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને જાણ થતાં તેઓએ પાલિકા ના એસ આઈ મુકેશભાઈ રામીને પાલિકા હદ વિસ્તારમાં આ ઘટના આવતી હોય તો તાત્કાલિક સ્થળ તપાસ કરી બાયોમેડિકલ વેસ્ટ ના જથ્થાનો યોગ્ય નિકાલ કરી ખુલ્લામાંબાયોમેડિકલ વેસ્ટ નો નિકાલ કરનાર તબીબી ની તપાસ હાથ ધરી તેની સામે યોગ્ય કાયૅવાહી કરવા જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રાવણ માસના બીજા સોમવારે પણ જોશીપરિવાર દ્વારા કાવડ યાત્રા ભક્તિ સંગીત ના સુરો વચ્ચે નિકળી..

શહેરના દવેના પાડા થી નીકળેલી કાવડ યાત્રા શહેરના રાજમાર્ગ...

યુનિવર્સિટીના એસ. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન કરાયું..

પાટણ તા. ૮પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા...

પાટણનાં મદારસાપીર દાદાનાં ત્રિદિવસીય રજતજયંતિ મહોત્સવનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ કરાયો..

રૂદ્ર યજ્ઞ, સત્યનારાયણની કથા, ડાયરો સહિત ના ધામિર્ક ઉત્સવો...