બીએડના અભ્યાસની સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને નિશુલ્ક શિક્ષણનું જ્ઞાન આપી પગભર થવા પ્રેરણા પૂરી પાડતી હિરલ પંચાલ.
હિરલ પંચાલ ની તમન્ના જરૂરિયાતમંદ પરિવાર સહિત સમાજ ને મદદરૂપ બનવાની છે…
પાટણ તા. 3
પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ના ત્રિભુવન નગરમાં રહેતા પ્રકાશભાઈ પંચાલ ની દિકરી હિરલ પંચાલે નાની ઉંમરે અનેક સિધ્ધીઓ હાંસલ કરવાની સાથે સાથે અનેકવિધ સેવાઓ થકી આગવી નામના મેળવી પરિવાર સહિત સમગ્ર પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
પંચાલ હિરલ પ્રકાશભાઈ નો જન્મ તા 22 જુલાઈ 2001ના રોજ ચાણસ્મા ખાતે થયો હતો.તેઓએ શૈક્ષણિક લાયકાત બી.એ. વીથ ઈંગ્લીશ ગુજરાતી કમ્પલેટ કરી હાલમાં બી.એડ નો અભ્યાસ કરી રહી છે.અભ્થાસની સાથે સાથે હિરલ પંચાલ સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબજ રસ ધરાવે છે
તેણીએ કોરોના સમયમાં અબોલ પ્રાણીઓ જેવા કે નાના ગલુંડિયાઓ અકસ્માત માં ઘાયલ કુતરા,બિલાડી અને ઇજાગ્રસ્ત પ્રાણીઓ માટે સોસાયટીમાં ઘરે ઘરે જઈને નાના બાળકોની ટીમ સાથે રોટલી,રોટલા ઉઘરાવીને જીવદયા ની પ્રવૃત્તિ તેમજ ચાણસ્મા પાંજરાપોળમાં અબોલ પશુ પક્ષીઓને રોટલી, રોટલા, દૂધ,છાશ ની સેવાકીય કામગીરી કરેલ તો કોલેજ સમયમાં એન.એસ.એસ.વિભાગમાંથી પરેડ કેમ્પમાં 12 થી 21 ઓક્ટોબર 2021 દરમિયાન કવિયત્રી બહાનાબાઈ ચૌધરી યુનિવર્સિટી જલગાવ ઉતર મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ પી.આર.ડી કેમ્પ માં ભાગ લીધો હતો.
જયારે તા.16 થી 25 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાયેલ એસઆરડી પરેડ સોમનાથ ખાતે કેમ્પમાં અને 26 મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના પ્રજા સત્તાક દિનની ઉજવણી સોમનાથ ખાતે રાખવામાં આવેલ જેમાં પરેડમા ભાગ લીધેલ તા.21 થી 27 મે 2022 દરમિયાન રાજસ્થાન મેવાડ યુનિ.ગંગહર ચિત્તોડગઢ ખાતે યોજાયેલ એનઆઇસી કેમ્પમાં પણ ભાગ લીધેલ.
હિરલ પોતાના ફ્રી સમયમાં ગરીબ બાળકોને નિશુલ્ક શિક્ષણ છેલ્લા બે વર્ષથી આપીને બાળકો શિક્ષણ તરફ રુચિ કેળવે અને તેઓને પગભર થવા જરૂરી શિક્ષણ આપી જરૂરિયાત મંદ પરિવાર ના બાળકો બીજા બાળકોથી પાછળ ન રહી જાઈ.
આ ઉપરાંત પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્ધારા તેણીએ મેવાડ યુનિવર્સિટી ખાતે ગુજરાત નું પ્રતિનિધિત્વ કરીને એન. એસ. એસ. નો શીલ્ડ મળવ્યો છે જયારે યુનિવર્સિટી ની કોલેજો માંથી એનએસએસ વિભાગ માંથી બેસ્ટ બે વિદ્યાર્થીની ઓ પૈકી હિરલ ની પસંદગી કરવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા સેવાકીય તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ બદલ તેણીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.આ ઉપરાંત હિરલ પોતાના જન્મદિવસની ઉજવણી પણ કારોડા બક્ષીપંચ આશ્રમશાળા બાળકોને રસ પુરી અને સુકી બટાટાની ભાજીનું સ્વાદિષ્ટ ભોજન પોતાની જાતે પીરસીને કરે છે.
જે ઉજવણીમા તેમના મોટા બહેન અંકિતાબેન અને પરિવારજનો પણ આશ્રમ શાળાના બાળકો સાથે સહભાગી બને છે. આવી અનેકવિધ સામાજિક સેવાની પ્રવૃતિઓમાં હિરલ ના પપ્પા મમ્મી નું સતત માર્ગદર્શન અને સહકાર મળતો હોય છે.
હિરલ પંચાલ ની ઈચ્છા જરૂરિયાત મંદ પરિવાર ની સાથે સાથે સમાજ માટે અનેક વિધ સેવાકીય પ્રવૃતિ કરવા માટે વડીલો ના આશીર્વાદ અને સહકાર મળી રહે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
તો હિરલ પંચાલ તલવાર બાજી માં પણ માહિર હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. આમ નાની ઉંમરમાં હિરલ પંચાલે અનેક સિધ્ધી સાથે સમાજ સેવાના કાર્ય કરીને પોતાના પરિવાર સહિત સમગ્ર પાટણ જિલ્લાના ગૌરવ અપાવ્યું છે વેલ ડન હિરલ પંચાલ વેલ ડન…
અહેવાલ યશપાલ સ્વામી