fbpx

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિ સભર માહોલ માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ..

Date:

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિતના આગેવાનોએ ગુરુ પૂજન કરી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

પાટણ તા. 3
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા ના આ પાવન પર્વ પ્રસંગે શહેરના પંચમુખી હનુમાનજી મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી નર્મદાગીરી મહારાજની વહેલી સવારે ભક્તો દ્વારા પાદુકા પૂજન સાથે ગુરુ વંદના કરવામાં આવી હતી.

તો સિધ્ધનાથ મહાદેવ મંદિર પરિસર, કાલિકા માતાજી મંદિર પરિસર, પૂ. પાઠક સાહેબની જગ્યા, સનાતન આશ્રમ ખારી વાવડીના પૂ. નટુરામ મહારાજ, નોરતા ખાતે દોલતરામ બાપુ, વિશ્વભારતીજી માતાજી, પાંચ પીપળ શકિત મંદિર ખાતે પુ. શંકરગીરી મહારાજ, બાલીસણા કાકાજી ની જગ્યાના પૂ. સંતરામ બાપુ, અવિચળધામ ના પૂ. બળદેવદાસ બાપુ,

પાતાળેશ્વર મહાદેવ ના પૂ. મહેશપુરી બાપુ, બાલવા ચાચર ચોક સિકોતર માતાજી નું મંદિર, નાના વેલોડા ના પૂ. ગીતા માતાજી અને થળી ના મહંત પૂ.જગદીશગીરી બાપુ ની ગુરુપૂર્ણિમા ના પાવન પૂર્વ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે સી પટેલ,

ગુજકોમાસોલ ના ડિરેક્ટર સ્નેહલ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,

ભૂતિયાવાસણા ના સરપંચ પ્રવીણભાઈ, ભાજપ આગેવાન હરિભાઈ, હાસાપુરના મંત્રી વિઠ્ઠલભાઈ પટેલ, જીતુભાઈ પટેલ,શાંતિ ભાઈ સ્વામી, સચિન પ્રજાપતિ, યશપાલ સ્વામી સહિતના ઓએગુરૂપૂજનસાથે ગુરૂવંદના કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે..

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાત હજારથી વધુ મુલાકાતી ઓ એ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી..

પાટણ તા. ૧૯પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મતદાન એ...